શોધખોળ કરો
સુરતઃ 15 વર્ષીય સગીરાનું પેટ વધતાં બતાવ્યું ડોક્ટરને, ડોક્ટરની વાત સાંભળી માતાના પગ નીચેથી સરકી ગઈ જમીન
1/3

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં યુવક ફરાર થઈ ગયો છે. દીકરીનું પેટ વધવા લાગતાં માતા તેને સિવિલ હોસ્પિટલ તપાસ માટે લઈ ગઈ હતી. અહીં ડોક્ટરે તે ગર્ભવતી હોવાનું કહેતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
2/3

દરમિયાન સગીરાનું પેટ વધવા લાગતાં પાડોશીઓએ માતાને આ અંગે ટકોર કરતાં તેઓ દીકરીને સિવિલ હોસ્પિટલ તપાસ માટે લઈ આવ્યા હતા. અહીં ગાયનેકોલોજિસ્ટે તપાસ કરતાં તે ચાર મહિના ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ ઘટનાની જાણ થતાં સન્ની ફરાર થઈ ગયો છે. જોકે, આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. માતા દીકરીનો ગર્ભ દૂર કરાવવા માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે.
Published at : 05 Sep 2018 10:24 AM (IST)
View More





















