શોધખોળ કરો

Deepfake Call: AI સ્કેમનું નવુ ભયાવહ સ્વરૂપ, આપની અવાજમાં આ રીતે કરાઇ 50 હજારની છેતરપિંડી

Deepfake Call: ગયા મહિને, બેંગ્લોરમાં એક 43 વર્ષીય માર્કેટિંગ પ્રોફેશનલને તેની "પુત્રી" તરફથી ગભરાટમાં ફોન આવ્યો. તેમણે કહ્યું કે તે હોસ્પિટલમાં છે અને તેને તાત્કાલિક ₹50,000 ની જરૂર છે

Deepfake Call: ગયા મહિને, બેંગલુરુમાં એક 43 વર્ષીય માર્કેટિંગ પ્રોફેશનલને તેની "પુત્રી" તરફથી ચિંતાજનક  ફોન આવ્યો જેણે કહ્યું કે, તે હોસ્પિટલમાં છે અને તેને તાત્કાલિક ₹50,000 ની જરૂર છે. અવાજ વાસ્તવિક હતો, તે જ સ્વર, તે જ રીતભાત અને "અપ્પા" કહેવાની સમાન રીત સાથે. બીજો વિચાર કર્યા વિના, તેણે પૈસા ટ્રાન્સફર કર્યા. પરંતુ હકીકતમાં તેમની પુત્રી કોલેજમાં હતી નહિકે હોસ્પિટલમાં.

 આ કોઈ ફિલ્મી વાર્તા નહોતી, પરંતુ AI-જનરેટેડ ડીપફેક કોલ હતો, એક ટેકનોલોજી જે કોઈપણના અવાજની બરાબર નકલ કરી શકે છે.

 આજે, બેંગલુરુ, મુંબઈ અને દિલ્હી જેવા ભારતના મોટા શહેરોમાં આવા વોઇસ સ્કેમ ઝડપથી વધી રહ્યા છે. તેઓ ફક્ત વૃદ્ધોને જ નહીં, પણ શિક્ષિત વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ સીઈઓને પણ નિશાન બનાવી રહ્યા છે.

AI વૉઇસ સ્કેમ કેવી રીતે કામ કરે છે?

હવે સ્કેમર્સને ન તો તમારો ફોન હેક કરવાની જરૂર છે કે ન તો તમારું સિમ ચોરી કરવાની. તેમને ફક્ત તમારી 30-સેકન્ડની વૉઇસ ક્લિપની જરૂર છે જે તેઓ ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ વીડિયો અથવા વોટ્સએપ ફોરવર્ડ્સમાંથી સરળતાથી મેળવી શકે છે.

આ પછી, ElevenLabs, Descript, અથવા ઓપન-સોર્સ વૉઇસ ક્લોનિંગ સોફ્ટવેર જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને, તેઓ કોઈપણ ભાષામાં તમારો અવાજ બનાવી શકે છે. તે અવાજને પછી સ્ક્રિપ્ટમાં મૂકવામાં આવે છે અને મેડિકલ ઇમરજન્સી, પોલીસ ધમકી, બેંક લોન અથવા અપહરણ જેવી નકલી વાર્તાઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કોલર ID પણ નકલી હોઈ શકે છે જેથી બીજી વ્યક્તિ વિચારે કે કૉલ કોઈ નજીકના વ્યક્તિનો છે.

ચૌંકાવનારા આંકડા

ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના 2025 ના અહેવાલ મુજબ, જાન્યુઆરીથી મે મહિના દરમિયાન 2,800 થી વધુ ડીપફેક કોલ કૌભાંડના કેસ નોંધાયા હતા. મેટ્રો શહેરોમાં તેમની સંખ્યામાં 200% નો વધારો થયો છે.

મોટાભાગના કિસ્સાઓ આ કારણોસર બન્યા છે

"પરિવારના સભ્યો" તરફથી નકલી કોલ

બેંક અથવા પોલીસના નામે ધમકીઓ

બનાવટી નોકરીદાતા તરીકે પોતાને રજૂ કરીને ડેટા માંગવો

આવા કેસોમાં બેંગલુરુ ટોચ પર છે, ત્યારબાદ મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી NCR આવે છે.

કોણ નિશાન છે?

એવું માનવું ખોટું છે કે, ફક્ત વૃદ્ધો જ ભોગ બને છે. આજકાલ, વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ, યુટ્યુબર્સ અને સ્ટાર્ટઅપ માલિકો પણ આ કૌભાંડોનો શિકાર બની રહ્યા છે કારણ કે તેમના અવાજો ઇન્ટરનેટ પર લિંક્ડઇન ઇન્ટરવ્યુ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, પોડકાસ્ટ ક્લિપ્સ વગેરેમાં હાજર છે.

હૈદરાબાદના એક સ્ટાર્ટઅપ સીઈઓ એક "વિક્રેતા" દ્વારા મોકલવામાં આવેલી વોઇસ નોટના આધારે ચુકવણી કરવા જઈ રહ્યા હતા પરંતુ છેલ્લી ક્ષણે તેમણે વીડિઓ કોલ કર્યો ત્યારે કૌભાંડ પકડાઈ ગયું.

ભારત માટે તે કેમ વધુ ખતરનાક છે?

ભારતની ભાષાકીય વિવિધતા અને કૌટુંબિક લાગણી આવા કૌભાંડોને વધુ ખતરનાક બનાવે છે. AI હવે ફક્ત અંગ્રેજીમાં જ નહીં પરંતુ હિન્દી, તમિલ, મરાઠી, બંગાળી જેવી ભાષાઓમાં પણ સ્વર અને ઉચ્ચારણની નકલ કરી શકે છે અને ભારતમાં લોકો સામાન્ય રીતે અવાજોને વધુ વિશ્વસનીય માને છે. જો કોઈ "દીકરો", "બોસ" અથવા "બેંક મેનેજર" જેવા અવાજમાં બોલે છે, તો મોટાભાગના લોકો બે વાર વિચાર્યા વિના તેમના પર વિશ્વાસ કરે છે.

ડીપફેક કોલ કેવી રીતે ઓળખવો?

બેકગ્રાઉન્ડમાં કોઈ અવાજ નથી. અવાજ ખૂબ જ સ્પષ્ટ છે.

વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરે છે. જો તમે પ્રશ્નો પૂછો છો તો સ્ક્રિપ્ટ લૂપ થઈ જાય છે.

જન્મ તારીખ અથવા આંતરિક માહિતી જેવા વ્યક્તિગત પ્રશ્નોમાં અટવાઈ જાય છે.

વીડિઓ કોલ માટે પૂછો અને સ્કેમર તરત જ ડિસ્કનેક્ટ થઈ જશે.

વોટ્સએપ, ટેલિગ્રામ જેવી જાણીતી એપ્લિકેશનોનો ઉપયોગ કરો, જ્યાં કોલ કરનારાઓની ઓળખ વધુ સુરક્ષિત છે.

તમે હમણાં શું કરી શકો છો?

ટ્રુકોલર અથવા હિયા જેવી કોલર આઈડી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરો

Cyber Dost  (સરકારી સાયબર જાગૃતિ પ્લેટફોર્મ) ને અનુસરો

તમારા અવાજને પબ્લિકમાં લિમિટ કરો, જેમકે લાંબી ઇન્સ્ટા પોડકાસ્ટ વગેરે.

શંકાસ્પદ કોલ રેકોર્ડ કરો (જ્યાં કાયદેસર હોય)

તાત્કાલિક છેતરપિંડીની જાણ કરો. 1930 પર કૉલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Embed widget