(Source: ECI/ABP News/ABP Majha)
Apple CEO Tim Cook: મુકેશ અંબાણીને મળ્યા એપલના સીઇઓ ટિમ કૂક, માધુરી દિક્ષિતની સાથે ખાધુ વડાપાઉં
ટિમ કૂક સોમવારે બપોરે ભારત આવ્યા કારણ કે, કંપની દેશમાં તેનો પહેલો રિટેલ સ્ટૉર ખોલવાની તૈયારી કરી રહી છે
Apple Retail Store in India: મુંબઇમાં આજે ટેક દિગ્ગજ એપલના પોતાનો પ્રથમ એપલ સ્ટૉરનું પહેલું લોન્ચિંગ છે, આ પ્રસંગે એપલના સીઈઓ ટિમ કૂક ભારત આવ્યા છે. સીઈઓ ટિમ કુક મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા હતા, અને આ દરમિયાન બૉલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે વડાપાઉં પણ ખાધા હતા. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, તેઓ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન સહિત અનેક ટોચના ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓને પણ મળ્યા હતા.
ટિમ કૂક સોમવારે બપોરે ભારત આવ્યા કારણ કે, કંપની દેશમાં તેનો પહેલો રિટેલ સ્ટૉર ખોલવાની તૈયારી કરી રહી છે. મુંબઈમાં Apple BKC સ્ટૉરે સોમવારે એક ખાનગી ઇવેન્ટ માટે તેના દરવાજા ખોલ્યા, અને મંગળવારથી લોકો માટે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આજે ભારતમાં iPhone મેકર્સના પ્રથમ સ્ટૉર પર ગ્રાહકોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ છે કે, એપલ સીઇઓ ટિમ કૂક આ સપ્તાહના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરશે.
એપલનો પહેલો રિટેલ સ્ટૉર આજે મુંબઈમાં ખુલશે
Appleના મુંબઈ સ્ટૉર આજે સવારે 11 વાગ્યે ખુલશે, વળી, Appleનું દિલ્હી આઉટલેટ 20 એપ્રિલે સવારે 10 વાગ્યે ગ્રાહકો માટે ખુલશે. યુએસ ટેક જાયન્ટે 2020માં ભારતમાં તેનો પ્રથમ ઓનલાઈન સ્ટૉર શરૂ કર્યો હતો, અને બાદમાં તરત જ રિટેલ સ્ટૉર પણ ખોલવાનુ પ્લાનિંગ હતુ, જોકે, કોરોના કાળમાં તે શક્ય બની શક્યુ નહીં. હવે મુંબઈ અને દિલ્હીમાં તેના રિટેલ સ્ટોર્સ ખુલવા જઈ રહ્યા છે.
રિટેલ સ્ટૉરનું ભાડું 42 લાખ રૂપિયા હશે -
iPhone મેકર એપલનો ભારતમાં પહેલો સ્ટૉર મુંબઈમાં ખોલવામાં આવી રહ્યો છે. આ સ્ટૉર 20,806 ચોરસ ફૂટનો છે, અને તેને 133 મહિના માટે લીઝ પર લેવામાં આવ્યો છે. વળી, દિલ્હીમાં ખોલવામાં આવેલો સ્ટૉર આના કરતા ઘણો નાનો છે, પરંતુ બંનેનું ભાડું લગભગ એકસરખું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા રિટેલ સ્ટૉરનું ભાડું 42 લાખ રૂપિયા છે.
એપલ ભારતમાં પોતાનો બિઝનેસ વિસ્તારશે -
ખાસ વાત છે કે આઇફોન નિર્માતા એપલ ઇન્ક ભારતમાં રિટેલ આઉટલેટ્સ ખોલીને તેનો બિઝનેસ વધારી રહી છે. આવી સ્થિતિમાં તમામ ગ્રાહકોને સારો એક્સપીરિયન્સ મળશે. એપલ ભારતના ઈલેક્ટ્રોનિક્સ માર્કેટના પ્રૉગ્રેસનો લાભ લઇ રહી છે, અને અહીં તેની પ્રૉડક્ટ્સના ઉત્પાદન પર ખુબ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.