એલન મસ્કનું X (ટ્વીટર) મુશ્કેલીમાં, શરતો ના માનતા આ દેશે ફટકાર્યો 3 લાખ 86 હજાર ડૉલરનો દંડ, જાણો મામલો....
જુલી ઈનમેન ગ્રાન્ટે કહ્યું કે ટ્વીટર કહે છે કે બાળ જાતીય શોષણ કંપનીની પ્રથમ પ્રાથમિકતા છે, પરંતુ અમે કંપની તરફથી આ અંગે કોઈ પગલાં લેતા નથી.
Elon Musk's X Fined: માઇક્રૉ બ્લૉગિંગ કંપની એક્સ હવે ફરી એકવાર વિવાદોમાં ઘેરાઇ છે, એલન મસ્કની કંપની એક્સને ઓસ્ટ્રેલિયામાં મસમોટા દંડનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઈ-સેફ્ટી કમિશનરે એલન મસ્કની કંપની પર 3 લાખ 86 હજાર ડૉલરનો દંડ ફટકાર્યો છે. આ દંડ એટલા માટે લાદવામાં આવ્યો છે કારણ કે મસ્કની કંપની એ સમજાવવામાં અસમર્થ છે કે તે પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણને કેવી રીતે હેન્ડલ કરે છે અને આ કન્ટેન્ટને પ્લેટફોર્મ પરથી કેવી રીતે દૂર કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ઈ-સેફ્ટી કમિશનર દ્વારા આ મામલે ગૂગલને ચેતવણી પણ આપવામાં આવી છે. eSafety કમિશનર જુલી ઇનમેન ગ્રાન્ટે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલીયા સહિત સમગ્ર વિશ્વમાં ઓનલાઈન બાળ જાતીય શોષણ એક વધતી જતી સમસ્યા છે અને ટેક કંપનીઓની નૈતિક જવાબદારી છે કે તે બાળકોને તેનાથી સુરક્ષિત રાખે.
અમને એક્શન જોઇએ, ના કે ખોખલી વાતો -
જુલી ઈનમેન ગ્રાન્ટે કહ્યું કે ટ્વીટર કહે છે કે બાળ જાતીય શોષણ કંપનીની પ્રથમ પ્રાથમિકતા છે, પરંતુ અમે કંપની તરફથી આ અંગે કોઈ પગલાં લેતા નથી. તેમણે ટ્વીટરને આ મામલે 28 દિવસની અંદર નક્કર માહિતી રજૂ કરવા કહ્યું છે. જો કંપની માહિતી ના આપી શકે તો તેણે 28 દિવસમાં દંડ ભરવો પડશે.
વૉટ્સએપ, માઇક્રોસૉફ્ટ, એપલ સહિત આ કંપનીઓ પણ રડારમાં....
eSafety કમિશનર જુલી ઇનમેન ગ્રાન્ટે કહ્યું કે અમારા પ્રથમ રિપોર્ટમાં Apple, Meta, Microsoft, Skype, Snap, WhatsApp અને Omegle પણ આ મુદ્દા પર ગંભીરતાથી કામ કરી રહ્યાં નથી અને તમામ રિપોર્ટમાં કેટલીક ખામીઓ જોવા મળી છે જેના પર કંપનીઓએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
સવાલોના યોગ્ય જવાબ ના આપી શક્યું ગૂગલ
Google અને Twitter એ eSafety દ્વારા મોકલવામાં આવેલી સૂચનાનું પાલન કર્યું નથી. બંને કંપનીઓએ ઘણા સવાલોના સાચા જવાબ આપ્યા નથી. ઓસ્ટ્રેલિયાના ઈ-સેફ્ટી કમિશનરે પણ ગૂગલને એક ચેતવણી આપી છે જેમાં કંપની દ્વારા આપવામાં આવેલા મહત્વના પ્રશ્નોના બદલે સામાન્ય જવાબો અને માંગવામાં આવેલી ચોક્કસ માહિતીને બદલે સામાન્ય જવાબો આપવા માટે કંપનીને હાઈલાઈટ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Google તેની કેટલીક સેવાઓ જેમ કે Gmail, Chat, Messages પર જાણીતા ચાઇલ્ડ યૌન શોષણના વીડિયો શોધવા માટે તેની પોતાની ટેકનિકનો ઉપયોગ કરી રહ્યું નથી જે આશ્ચર્યજનક છે.