શોધખોળ કરો

માત્ર એક સેટિંગ બદલતા જ સ્પામ (Spam) માં જવાના બંધ થઈ જશે જરૂરી ઈમેલ્સ, જાણો ટેક ટિપ્સ

Tech Tips: જો કોઈ ખાસ વ્યક્તિ અથવા કંપનીના ઈમેલ વારંવાર તમારી પાસે આવતા હોય, તો તેના માટે Gmail ફિલ્ટર (Gmail Filter)નું યુઝ કરવું ફાયદાકારક સાબિત થાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જીમેલ AI ફિલ્ટર જરૂરી મેઈલને ભૂલથી સ્પામ કરે છે.
  • કમ્પ્યુટર પર ફિલ્ટર સેટિંગથી જરૂરી મેઈલ ઇનબોક્સમાં મેળવો.
  • સ્પામમાં ગયેલા મેઈલને 'નોટ સ્પામ' દ્વારા પરત મેળવો.

Tech Tips:  Gmail  આજની તારીખમાં લોકોની સૌથી જરૂરી વસ્તુઓમાંથી એક બની ગયું છે. ઓફિસથી લઈને બેંક સુધીના તમામ જરૂરી મેઈલ તમને જીમેલ દ્વારા મળે છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કેટલાક મહત્વના ઈમેલ આપમેળે જ સ્પામ ફોલ્ડરમાં ચાલ્યા જાય છે. આના કારણે કેટલીકવાર લોકોને જરૂરી મેઈલ સમયસર જોવા મળતા નથી અથવા તો મિસ થઈ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા સેટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સેટ કર્યા પછી તમને બધા મેઈલ ઈનબોક્સ (Inbox) માં દેખાવા લાગશે અને સ્પામમાં નહીં જાય.

જરૂરી ઈમેલ સ્પામ (Spam) માં કેમ જાય છે?
માહિતી અનુસાર, જીમેલમાં હવે એક AI ફીચર આવે છે જેને 'સ્પામ ફિલ્ટર' કહેવામાં આવે છે. આ ફીચર શંકાસ્પદ અને નકલી ઈમેલની ઓળખ કરવાનું કામ કરે છે. જો કે, ઘણી વખત આ સિસ્ટમ ભૂલથી સાચા ઈમેલને પણ સ્પામ માની લે છે. આવું ત્યારે થઈ શકે છે જ્યારે ઈમેલ કોઈ નવા એડ્રેસ પરથી આવ્યો હોય, તેનું કન્ટેન્ટ પ્રમોશનલ (જાહેરાત જેવું) લાગતું હોય અથવા પહેલા તે પ્રકારના ઈમેલને સ્પામ માર્ક કરવામાં આવ્યા હોય.

આ પણ વાંચો:  ચોમાસામાં ફોનની બેટરી કેમ ઝડપથી ખતમ થઈ જાય છે? કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ફિલ્ટર (Filter) નો ઉપયોગ કરો
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો કોઈ ખાસ વ્યક્તિ કે કંપનીના ઈમેલ વારંવાર તમારી પાસે આવતા હોય, તો તેમના માટે જીમેલ ફિલ્ટર બનાવવું તમારા માટે સૌથી ઉત્તમ રહેશે. આ માટે સૌથી પહેલા કમ્પ્યુટર પર Gmail ખોલો અને સર્ચ બારમાં આપેલા 'Show search options' (શો સર્ચ ઓપ્શન્સ) આઇકોન પર ક્લિક કરો.

હવે અહીં 'From' (ફ્રોમ) વાળા બોક્સમાં જે-તે ઈમેલ આઈડી (Email Address) લખો અને 'Create filter' (ક્રિએટ ફિલ્ટર) પર ક્લિક કરો. હવે 'Never send it to Spam' (નેવર સેન્ડ ઈટ ટુ સ્પામ) ઓપ્શનને પસંદ કરો. અંતમાં, ફરીથી 'Create filter' પર ક્લિક કરી દો. હવે તે ઈમેલ આઈડી પરથી આવતા તમામ મેસેજ સીધા તમારા ઈનબોક્સમાં પહોંચશે.

સ્પામમાં ગયેલો ઈમેલ પાછો કેવી રીતે મેળવવો?
જો તમારો કોઈ જરૂરી ઈમેલ ભૂલથી સ્પામમાં જતો રહ્યો છે, તો તમે તેને સરળતાથી પાછો ઈનબોક્સમાં લાવી શકો છો. આ માટે તમારે કેટલાક જરૂરી સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

કમ્પ્યુટર પર Gmail ખોલો.

  • આ પછી ડાબી બાજુએ આપેલા 'More' (મોર) પર ક્લિક કરીને 'Spam' (સ્પામ) ફોલ્ડર ખોલો.
  • હવે જે ઈમેલની જરૂર છે તેને ઓપન કરો.
  • હવે ઉપર દેખાતા 'Not spam' (નોટ સ્પામ) ઓપ્શન પર ક્લિક કરો.
  • આટલું કર્યા પછી, જીમેલ ભવિષ્યમાં તે ઈમેલ એડ્રેસ પરથી આવતા મેસેજને ઓળખવા લાગશે અને તેના સ્પામમાં જવાની શક્યતા નહિવત થઈ જશે.

મોબાઈલ એપમાં કેવી રીતે કરશો આ સેટિંગ?
આજે મોટાભાગના લોકોના સ્માર્ટફોનમાં પણ જીમેલ લોગ-ઈન જ હોય છે. મોબાઈલ એપમાં નવું ફિલ્ટર બનાવવાનો ઓપ્શન હાલમાં ઉપલબ્ધ નથી. જો કે, સ્પામમાં પહોંચેલા ઈમેલને સાચી કેટેગરીમાં પાછો મોકલી શકાય છે. આ માટે જીમેલ એપ (Gmail App) ખોલો અને સ્પામ ફોલ્ડરમાં જાઓ. હવે અહીં જે-તે ઈમેલને ઓપન કરો અને ઉપર આપેલા ત્રણ ડોટ્સ (Three Dots) પર ટેપ કરો. હવે 'Report not spam' અથવા 'Not spam' નો ઓપ્શન પસંદ કરી લો.

Frequently Asked Questions

મહત્વના ઈમેલ સ્પામ ફોલ્ડરમાં કેમ જતા રહે છે?

જીમેલનું AI સ્પામ ફિલ્ટર શંકાસ્પદ ઈમેલ ઓળખે છે. ઘણીવાર તે ભૂલથી નવા એડ્રેસ, પ્રમોશનલ કન્ટેન્ટ કે અગાઉ માર્ક થયેલા ઈમેલને પણ સ્પામ માની લે છે.

કોઈ ખાસ ઈમેલને સ્પામમાં જતો અટકાવવા માટે ફિલ્ટર કેવી રીતે બનાવશો?

કમ્પ્યુટર પર જીમેલ ખોલીને 'Show search options' માં જાઓ. 'From' બોક્સમાં ઈમેલ આઈડી લખી 'Never send it to Spam' વિકલ્પ પસંદ કરીને ફિલ્ટર બનાવો.

જો કોઈ જરૂરી ઈમેલ સ્પામમાં જતો રહ્યો હોય તો તેને પાછો કેવી રીતે મેળવવો?

જીમેલમાં સ્પામ ફોલ્ડર ખોલો. જરૂરી ઈમેલ ઓપન કરી 'Not spam' ઓપ્શન પર ક્લિક કરો. ભવિષ્યમાં તે એડ્રેસ પરથી આવતા મેસેજ સ્પામમાં નહીં જાય.

શું મોબાઈલ એપ દ્વારા નવા જીમેલ ફિલ્ટર બનાવી શકાય છે?

ના, મોબાઈલ એપમાં નવા ફિલ્ટર બનાવવાનો વિકલ્પ હાલ ઉપલબ્ધ નથી. જોકે, તમે સ્પામ ફોલ્ડરમાંથી ઈમેલને 'Not spam' માર્ક કરી શકો છો.

Advertisement

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Advertisement

વિડિઓઝ

Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
Embed widget