શોધખોળ કરો

‘Instagram ફક્ત છોકરીઓ માટે છે!’ એલોન મસ્કના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો

Elon Musk on Instagram: આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ. ઘણા યુઝર્સે તેને મહિલાઓ અને જેન્ડર ઓળખને લઈને અપમાનજનક વિચાર ગણાવ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • એલોન મસ્કે ઇન્સ્ટાગ્રામને છોકરીઓનું પ્લેટફોર્મ ગણાવી નવો વિવાદ સર્જ્યો.
  • વાયરલ પોસ્ટ પર કોમેન્ટ કરતાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
  • મસ્કની ટિપ્પણીને મહિલાઓ અને જેન્ડર ઓળખ સંબંધિત અપમાનજનક ગણાવી.
  • આ નિવેદનોથી X પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ હોઈ શકે.

Elon Musk on Instagram: એલોન મસ્ક ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે Instagram ને છોકરીઓનું પ્લેટફોર્મ કહીને નવો વિવાદ ઊભો કર્યો છે. મસ્કનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું અને લોકો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

વાયરલ પોસ્ટ પર કરી કોમેન્ટ

આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર એક વાયરલ થ્રેડ ચાલી રહ્યો હતો જેમાં લોકો રમુજી અંદાજમાં જણાવી રહ્યા હતા કે કોઈ વ્યક્તિની સોશિયલ મીડિયા ટેવો તેની જિંદગીના અલગ-અલગ ફેઝને દર્શાવે છે. જેમાં સતત સ્ટોરી મૂકવી, આકર્ષક તસવીરો પોસ્ટ કરવી, જમવાની ફોટો શેર કરવી અને લાઈફસ્ટાઈલ કન્ટેન્ટ જેવી વસ્તુઓનો ઉલ્લેખ હતો. આ ચર્ચા વચ્ચે એલોન મસ્કે નાની અમસ્તી કોમેન્ટ કરી કે ‘Instagram is for girls’. એટલે કે તેમના મતે ઇન્સ્ટાગ્રામ મુખ્યત્વે છોકરીઓના ઉપયોગનું પ્લેટફોર્મ છે. તેમનું આ નિવેદન થોડી જ વારમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયું.

આ પણ વાંચો...WiFi Vs LiFi: WiFi અને LiFi માં શું છે ફરક? જાણો ક્યાં કઈ ટેક્નોલોજી કયાં આવે છે કામ

બીજા નિવેદને વિવાદ વધાર્યો

મામલો અહીં જ અટક્યો નહીં. જ્યારે લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી ત્યારે મસ્કે વધુ એક ટિપ્પણી કરી. તેમણે લખ્યું કે ઘણીવાર પુખ્ત પુરુષો તેમને પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મોકલે છે અને તેમને લાગે છે જાણે તેઓ ટ્રાન્ઝિશન કરી રહ્યા હોય. આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ. ઘણા યુઝર્સે તેને મહિલાઓ અને જેન્ડર ઓળખને લઈને અપમાનજનક વિચાર ગણાવ્યો. તો વળી કેટલાક લોકોનું માનવું છે કે મસ્ક અવારનવાર જાણીજોઈને આવા નિવેદનો આપે છે જેથી ઇન્ટરનેટ પર ચર્ચા છેડાય અને તેમનું નામ ચર્ચામાં જળવાઈ રહે.

ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટને લઈને મસ્કની વિચારધારા

એલોન મસ્ક પહેલા પણ ઘણીવાર એવા સંકેતો આપી ચૂક્યા છે કે તેઓ અમુક પ્રકારના સોશિયલ મીડિયા કન્ટેન્ટને ગંભીર માનતા નથી. ખાસ કરીને ફેશન, લાઈફસ્ટાઈલ, સેલ્ફી, ગોસિપ અથવા રોજબરોજની તસવીરોવાળા કન્ટેન્ટને તેઓ હળવું અને બિનજરૂરી માને છે. આ જ કન્ટેન્ટ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લોકપ્રિય પણ છે.

મસ્ક લાંબા સમયથી જેન્ડર ટ્રાન્ઝિશન અને આધુનિક સોશિયલ ટ્રેન્ડ્સને લઈને પણ ટીકાત્મક અભિપ્રાય ધરાવે છે. તેથી તેમના આ નિવેદનને માત્ર મજાક નહીં પરંતુ તેમની અંગત વિચારધારા સાથે જોડીને પણ જોવામાં આવે છે.

X ને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ?

ઘણા લોકોનું માનવું છે કે મસ્કના આવા નિવેદનો માત્ર વિવાદ પેદા કરવા માટે જ નથી હોતા પરંતુ તેઓ આના દ્વારા પોતાના પ્લેટફોર્મ X ને પણ પ્રમોટ કરે છે. આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા એલ્ગોરિધમ પર ચર્ચા કરતા દાવો કર્યો કે માત્ર X જ એવું પ્લેટફોર્મ છે જે ખુલીને કામ કરે છે જ્યારે બાકીની કંપનીઓ બંધ સિસ્ટમ દ્વારા યુઝર્સને કન્ટેન્ટ બતાવે છે.

મેટા પ્લેટફોર્મ્સ પર પહેલા પણ સાધ્યું છે નિશાન

Meta અને તેના સીઈઓ Mark Zuckerberg સાથે એલોન મસ્કની ખેંચતાણ કોઈનાથી છૂપી નથી. બંને વચ્ચે પહેલા પણ ઘણીવાર જાહેરમાં નિવેદનબાજી થઈ ચૂકી છે. થોડા અઠવાડિયા પહેલા મસ્કે WhatsApp ને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વોટ્સએપ પર ભરોસો કરી શકાય નહીં અને લોકોએ ઓડિયો-વીડિયો કોલિંગ માટે X નો ઉપયોગ કરવો જોઈએ. હવે ઇન્સ્ટાગ્રામ પર આપવામાં આવેલા તેમના તાજા નિવેદને સોશિયલ મીડિયાની દુનિયામાં એક નવી ચર્ચાને જન્મ આપી દીધો છે.

Frequently Asked Questions

એલોન મસ્કે ઇન્સ્ટાગ્રામ વિશે શું કહ્યું?

એલોન મસ્કે ઇન્સ્ટાગ્રામને છોકરીઓનું પ્લેટફોર્મ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પુખ્ત પુરુષો જ્યારે પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મોકલે છે ત્યારે તેઓ ટ્રાન્ઝિશન કરી રહ્યા હોય તેવું લાગે છે.

એલોન મસ્કના નિવેદનોનો શું અર્થ છે?

તેમના નિવેદનોને મહિલાઓ અને જેન્ડર ઓળખને લઈને અપમાનજનક ગણાવવામાં આવ્યા છે. કેટલાક માને છે કે તેઓ જાણીજોઈને ચર્ચા જગાવવા માટે આવા નિવેદનો આપે છે.

મસ્કનું ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટ વિશે શું માનવું છે?

મસ્ક ફેશન, લાઈફસ્ટાઈલ અને રોજબરોજની તસવીરો જેવા કન્ટેન્ટને ગંભીર માનતા નથી. તેમને આ પ્રકારનું કન્ટેન્ટ હળવું અને બિનજરૂરી લાગે છે.

શું મસ્કના નિવેદનો X (ટ્વિટર) ને પ્રોત્સાહન આપે છે?

હા, ઘણા લોકો માને છે કે આ નિવેદનો X ને પ્રમોટ કરવાનો એક પ્રયાસ છે. તેઓ X ને ખુલીને કામ કરતું પ્લેટફોર્મ ગણાવે છે.

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget