શોધખોળ કરો

Apple Tech : ના લોહી નિકળશે કે ના દુ:ખાવો થાય... આ રીતે સુગર ટેસ્ટ કરશે Apple Watch

એપલ વોચના બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, એપલ કલ્પના કરતા પણ વધુ ઝડપથી આગળ વધી રહી છે.

Apple Watch : એપલ વોચ પહેલાથી જ હાર્ટ રેટ મોનિટરિંગ, સ્ટ્રેસ મોનિટરિંગ અને વધુ સહિત અનેક સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે આવે છે. જો કે Apple હજુ પણ તેની ઘડિયાળ માટે નવા અને શાનદાર ફીચર્સ પર કામ કરે છે. થોડા વર્ષો પહેલા કંપનીએ એપલ વોચના પસંદગીના મોડલ્સમાં ECG ફીચર ઉમેર્યું હતું. હવે રિપોર્ટ્સ સામે આવી રહ્યાં છે કે, આવનારી Apple Watchમાં બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ સપોર્ટ આપવામાં આવી શકે છે. 

એપલ વોચના બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, એપલ કલ્પના કરતા પણ વધુ ઝડપથી આગળ વધી રહી છે.

એપલ વોચની આગામી સુવિધા

અફવાઓ છે કે બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગના સપોર્ટ સાથે એપલ વૉચ ટૂંક સમયમાં ડાયાબિટીસ અને નોન-ડાયાબિટીસ દર્દીઓની ત્વચાને પ્રિક કર્યા વિના બ્લડ ગ્લુકોઝ સ્તરનું પરીક્ષણ કરવામાં સક્ષમ બનશે. હવે સવાલ એ છે કે, લોહી વગર ટેસ્ટ કેવી રીતે થશે? તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે Apple એક સિલિકોન ફોટોનિક્સ ચિપ વિકસાવી રહી છે જે ઓપ્ટિકલ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી અને લેસર લાઇટનો ઉપયોગ કરીને શરીરમાં ગ્લુકોઝની કંસંટ્રેશનને શોધી કાઢશે. જો કે આ ટેક્નોલોજી પર હજુ કામ ચાલી રહ્યું છે.

શું એપલે પુષ્ટિ કરી છે?

તે સ્પષ્ટ કરવું પણ જરૂરી છે કે, Appleએ તેની ભાવિ ઘડિયાળમાં બ્લડ ગ્લુકોઝ મોનિટરના આગમનની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ ઘણા લીક્સ જણાવે છે કે કંપની ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. અહેવાલો અનુસાર આ બધું 2010માં શરૂ થયું જ્યારે Appleએ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ સ્ટાર્ટઅપ Rarelight હસ્તગત કર્યું. ત્યારથી એપલ ગુપ્ત રીતે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

શું પ્રિક વિના બ્લડ ગ્લુકોઝનું નિરીક્ષણ શક્ય છે ખરૂં?

એક તરફ લીક થયેલા અહેવાલો જણાવે છે કે, એપલ ઘણા વર્ષોથી બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી આપણે એવી કોઈ ટેક્નોલોજી જોઈ નથી કે જે ત્વચાને પ્રિક કર્યા વિના અથવા લોહી વગર વ્યક્તિના શરીરમાં ગ્લુકોઝ કેટલું છે તે કહી શકે. અથવા સુગર રેટ કેટલો છે તે પણ કહી શકે. આ સ્થિતિમાં કહી શકાય કે એપલને આવી ટેક્નોલોજી વિકસાવવામાં ઘણો સમય લાગી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
Embed widget