શોધખોળ કરો

PUBG banned: તાલિબાને અફઘાનિસ્તાનમાં પબજી પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું લગાવ્યો આરોપ

અફઘાન સમાચાર એજન્સી ખામા પ્રેસ અનુસાર, PUBG મોબાઇલ પર પ્રતિબંધને પ્રભાવી થવામાં 90 દિવસ સુધીનો સમય લાગશે.

PUBG banned by Taliban: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જાહેરાત કરી છે કે, તે હિંસાને પ્રોત્સાહન આપવાના આરોપમાં આગામી ત્રણ મહિનાની અંદર PUBG મોબાઇલને પ્રતિબંધ કરવાનો ફેંસલો કર્યો છે. અફઘાનિસ્તાનના દૂરસંચાર મંત્રાલયના સુરક્ષા ક્ષેત્રના અધિકારીઓની સાથે સાથે શરિયા કાનૂન પ્રવર્તન પ્રશાસને બેઠક કરી. આ બેઠકમાં 90 દિવસની અંદર દેશમાં PUBG મોબાઇલ અને ટિકટૉક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. 

અફઘાન સમાચાર એજન્સી ખામા પ્રેસ અનુસાર, PUBG મોબાઇલ પર પ્રતિબંધને પ્રભાવી થવામાં 90 દિવસ સુધીનો સમય લાગશે. તાલિબાને એક મહિનાના સમયમાં ટિકટૉક પર પ્રતિબંધ લાગુ કરવાનો ફેંસલો કર્યો છે. અફઘાન સરકારે કથિત રીતે દેશના દૂરસંચાર અને ઇન્ટરનેટ સેવા આપનારી કંપનીઓને આના વિશે સૂચિત કરી દીધુ છે. 

PUBG મોબાઇલ અને ટિકટૉક બેનનુ એલાન તાલિબાન દ્વારા અફઘાન નાગિરકોની 23 મિલીયનથી વધુ વેબસાઇટોને બેન કર્યા બાદ આવ્યુ છે. વચગાળાની સરકારે આરોપ લગાવ્યો કે વેબસાઇટો અનૈતિક કન્ટેન્ટને બતાવી રહી છે.તાલિબાન પ્રશાસનમાં સંચાર મંત્રી નઝીબુલ્લાહ હક્કાનીએ કહ્યું કે, સરકારે 23.4 મિલીયન વેબસાઇટોને બેન કરી દીધી છે. 

ભારત, પાકિસ્તાનમાં PUBG મોબાઇલ પર બેન - 
અફઘાનિસ્તાન પહેલા , ભારતે વર્ષ 2020માં PUBG મોબાઇલને બેન કરી દીધુ હતુ. ભારત સરકારે આરોપ લગાવ્યો હતો કે PUBG મોબાઇલ ભારતની સંપ્રભુતાની પ્રતિકુળ છે, પરંતુ  PUBG મોબાઇલ ગયા વર્ષે સરકારની મંજૂરી બાદ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા નામના એક નવા વર્ઝનની સાથે ફરીથી પાછી આવી હતી. પરંતુ સરકારે તેને પણ એટલે કે BGMI પર પણ તાજેતરમાં જ પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત પાકિસ્તાને બાળકોમાં હિંસાને પ્રોત્સાહન આપવાની સાથે તેમને સ્માર્ટફોનના આદી બનાવવા વગેરે આરોપ લગાવીને PUBG મોબાઇલ પર પ્રતિબંધ લગાવ્યો છે. 

Crime News: માતાએ PUBG ગેમ રમવાની ના પાડી તો સગીર પુત્રએ ગોળી મારી કરી હત્યા, ત્રણ દિવસ સુધી છુપાવી ડેડ બોડી, આ રીતે થયો પર્દાફાશ - 

Lucknow Crime News: પબજી ગેમની લતમાં સગીર પુત્રએ માતા સાધના સિંહ (40)ની ગોળી મારી હત્યા કરી હતી. જે બાદ માતાના મૃતદેહ સાથે  બે દિવસ અને ત્રણ રાત સુધી ઘરે રહ્યો. તેણે નાની બહેનને ધમકી આપી હતી કે જો તે પોલીસને કે કોઈને કહેશે તો તેને પણ મારી નાખશે. મંગળવારે જ્યારે આ દુર્ગંધ ફેલાવા લાગી તો વાત ઉપજાવી કાઢીને તેણે પિતાને જાણ  કરી.  જ્યારે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સગીર પુત્રની પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર હકિકત સામે આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પતિ આસનસોલમાં આર્મીમાં સુબેદાર મેજર (જેસીઓ) તરીકે તૈનાત છે.  હાલમાં તે પશ્ચિમ બંગાળના આસનસોલમાં પોસ્ટેડ છે. તેમનો પરિવાર લખનઉના પીજીઆઈના પંચમખેડા સ્થિત જમુનાપુરમ કોલોનીમાં રહે છે.

એડીસીપી ઇસ્ટ કાસિમ અબ્દીના જણાવ્યા અનુસાર નવીનના પરિવારમાં પત્ની સાધના સિંહ, 16 વર્ષનો પુત્ર અને 9 વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. ત્રણેય પીજીઆઈમાં બનેલા એક મકાનમાં રહે છે. શનિવારે રાત્રે સાધના બંને બાળકો સાથે રૂમમાં સૂતી હતી. બપોરે 3 વાગ્યાની આસપાસ પુત્રએ પિતાની લાઇસન્સવાળી પિસ્તોલથી માથામાં ગોળી મારી દીધી હતી. જેના કારણે સાધનાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેણે તેની નાની બહેનને ધમકાવી અને તેને બીજા રૂમમાં લઈ ગયો. જ્યાં તે બંને સુઈ ગયા હતા. સવારે ઉઠ્યા બાદ તેણે પોતાની બહેનને ફરી ધમકી આપી હતી. તેણે કહ્યું કે જો તે પોલીસ કે કોઈને કહેશે તો તેને પણ મારી નાખશે.

પકડાઈ જવાના ડરથી પિતાને આપી માહિતી

પોલીસના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે માતાની હત્યા કર્યા બાદ આરોપી તેની બહેન સાથે બે દિવસ અને ત્રણ રાત સુધી ઘરમાં જ પડ્યો રહ્યો હતો. આ દરમિયાન તે વારંવાર તે રૂમમાં જતો અને રૂમ ફ્રેશનર મારીને દુર્ગંધ દૂર કરવાનો પ્રયાસ કરતો. મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે જ્યારે ગંધ તીવ્ર બની તો તેને ડર લાગવા લાગ્યો. તેણે આસનસોલમાં તૈનાત તેના પિતાને ફોન કર્યો અને જાણ કરી કે માતાની હત્યા કોઈએ કરી છે. અમે બંનેને રૂમમાં બંધ કરી દીધા. કોઈક રીતે તે બહાર છે.

પિતાએ પડોશીને જાણ કરી, પડોશી રૂમમાં ઉભો પણ ન રહી શક્યો

પિતા નવીન સિંહે પાડોશી દિનેશ તિવારીને ફોન કરીને ઘરે બનેલી ઘટનાની જાણકારી આપી હતી. દિનેશ નવીનના ઘરે પહોંચ્યો ત્યારે બંને બાળકો વરંડામાં હતા. જ્યારે તેઓએ પૂછપરછ કરી, ત્યારે તેઓએ કહ્યું કે કોઈએ માતાની હત્યા કરી છે. દિનેશ રૂમમાં ગયો ત્યારે તે દુર્ગંધના કારણે ત્યાં ઊભો રહી શક્યો ન હતો. તેણે તરત જ પોલીસને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંને બાળકોને બહાર કાઢને રૂમને સીલ કરી  દીધો.

પલંગ પરથી લોહીથી લથબથ લાશ અને પિસ્તોલ મળી આવી

એડીસીપી ઈસ્ટના જણાવ્યા અનુસાર, જે બેડ પર સાધનાનો મૃતદેહ પડ્યો હતો ત્યાં નવીનની લાઇસન્સવાળી પિસ્તોલ પણ પડી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સાથે જ પિસ્તોલ ફોરેન્સિક યુનિટને સોંપી દેવામાં આવી હતી. ફોરેન્સિક યુનિટે ઘટના સ્થળેથી અનેક પુરાવા એકત્રિત કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા શનિવારે રાત્રે થઈ હતી. દુર્ગંધ દૂર કરવા માટે રૂમ ફ્રેશનર્સ અને ડિઓડરન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.

શનિવારે માતાએ પુત્રને ફટકાર્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર સ્થળ પર તપાસ કર્યા બાદ પોલીસે નવીનના સગીર પુત્રની પૂછપરછ કરી હતી. મહિલા પોલીસકર્મીઓ દ્વારા પુત્રીની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન આખો મામલો ખુલીને સામે આવ્યો હતો. સગીર પુત્રએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે પબજી ગેમ રમતો હતો. જેના માટે તેને માર પણ મારવામાં આવ્યો હતો. શનિવારે ઘરમાં 10 હજાર રૂપિયા ગાયબ થઈ ગયા હતા. જેના પર માતાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના પર આ રૂપિયા ચોરી કરવાનો આરોપ લગાવીને માર મારવામાં આવ્યો હતો. સગીર પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે, જો ઘરમાં કોઈ ખોટી વાત હોય તો બધો જ દોષ તેના પર ઢોળવામાં આવે છે. પછી મારઝૂડ થઈ હતી. આ ગુસ્સામાં તેણે પોતાની માતાની હત્યા કરી નાખી.

PUBG ગેમ્સની લત અને ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ

પોલીસના જણાવ્યા અનુસાર નવીનનો સગીર પુત્ર તેલીબાગની એપીએસ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી છે. તેને પબજી ગેમની લત લાગી ગઈ છે. જ્યારે તેને આ વાતની જાણ થઈ તો તેની માતા ઘણીવાર તેના પર ગુસ્સે થતી હતી. પરંતુ સગીર પુત્રને માતાની નારાજગીથી કોઈ ફરક પડતો નથી. જ્યારે તે ખૂબ જ ગુસ્સે હતો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. સાથે જ તેને ઈન્સ્ટાગ્રામની પણ લત લાગી ગઈ હતી. તેણે પોતાની પ્રોફાઈલ જાળવી રાખી હતી. આ વાતોની પુષ્ટિ તેના મોબાઈલ ફોનથી થઈ છે. પોલીસે મોબાઈલ કબજે કર્યો છે. આ મામલે હાલ પોલીસ સગીર પુત્રની પૂછપરછ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Embed widget