શોધખોળ કરો

Facebookમાં આવવાનો છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર! મળશે TikTok જેવું ખાસ ફીચર

Facebook New Feature Update: મેટા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અવારનવાર નવા અપડેટ્સ આપતું રહે છે. આ જ ક્રમમાં હવે ફેસબુકમાં પણ મેટા ટૂંક સમયમાં એક મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મેટા ફેસબુકમાં ફૂલ-સ્ક્રીન વીડિયો ફીડનું પરીક્ષણ કરી રહ્યું છે.
  • ટિકટોકને ટક્કર આપવા વીડિયો જોવાનો અનુભવ સુધારાશે.
  • યુઝર્સ જૂના વર્ઝન પર પાછા જઈ શકશે, પરીક્ષણ ચાલુ છે.
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝરના રસ મુજબ વીડિયો ભલામણ કરશે.

Facebook New Feature Update: મેટા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અવારનવાર નવા અપડેટ્સ આપતું રહે છે. આ જ ક્રમમાં હવે ફેસબુકમાં પણ મેટા ટૂંક સમયમાં એક મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે, જે આવ્યા પછી યુઝર જેવી એપ ઓપન કરશે કે તરત જ તેને ફૂલ-સ્ક્રીન વિડીયો ફીડ (Full-Screen Video Feed) જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફીચર સીધી રીતે ટિકટોક (TikTok) ને ટક્કર આપશે.

એપ ખુલતાની સાથે જ મળશે નવો વિડીયો ઈન્ટરફેસ

મેટાના જણાવ્યા મુજબ, આ નવા ઈન્ટરફેસનો મુખ્ય હેતુ એવા લોકોને વધુ શ્રેષ્ઠ અનુભવ આપવાનો છે જેઓ ફેસબુક પર વધુ સમય વિડીયો જોવામાં વિતાવે છે. આવા યુઝર્સ માટે એપ ઓપન થતાં જ સીધી ઈમર્સિવ ફૂલ-સ્ક્રીન વિડીયો મોડમાં ખુલશે, જેથી કન્ટેન્ટ જોવાનો એક્સપિરિયન્સ પહેલા કરતાં વધુ આકર્ષક બની રહેશે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફીચર તમામ યુઝર્સ ઉપર જબરદસ્તીતી લાગુ કરવામાં નહીં આવે.

આ પણ વાંચો...Aadhaar : હવે ફિંગરપ્રિન્ટ અને આઇરિસથી આધારને બનાવો વધુ સેફ, જાણો Lock અને Unlock ફીચરની ડિટેલ

ફેસબુકમાં ફેરફાર કરવાનું શું છે મુખ્ય કારણ?

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં ફેસબુક પર યુઝર્સનું એક્ટિવિટી પ્રમાણ ઘટ્યું છે. હવે ખૂબ ઓછા યુઝર્સ અવારનવાર નવી પોસ્ટ શેર કરે છે, પ્રોફાઈલ અપડેટ કરે છે કે મિત્રો સાથે ચેટ કરે છે.

બીજી તરફ, શોર્ટ વિડીયો જોવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મેટાનું માનવું છે કે આજે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર માત્ર કન્ટેન્ટ જોવા આવે છે, તેથી તેમને તેમની પસંદગી મુજબ વિડીયો બતાવવો એ વધુ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

જૂના ફેસબુક યુઝ કરવાનો પણ મળશે ઓપ્શન

ઉલ્લેખનીય છે કે ફેસબુકના જણાવ્યા મુજબ આ ફીચર હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે અને યુઝર્સને ફેસબુકનું જૂનું વર્ઝન વાપરવાનો ઓપ્શન પણ આપવામાં આવશે. જો યુઝરને આ નવું ફીચર પસંદ નહીં આવે, તો તે સરળતાથી જૂના વર્ઝન પર સ્વિચ કરી શકશે. તેનાથી સ્પષ્ટ થાય છે કે મેટા હાલમાં યુઝર્સના રિસ્પોન્સને સમજ્યા બાદ જ આખરી નિર્ણય લેશે.

AI ની મદદ લેવામાં આવશે

ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીના જણાવ્યા અનુસાર, માત્ર ફ્રેન્ડ્સ અને ફોલો કરેલા એકાઉન્ટ્સની પોસ્ટ બતાવવાથી યુઝર્સને મર્યાદિત કન્ટેન્ટ જ મળે છે. પરંતુ જો AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને રિકમેન્ડેશન સિસ્ટમની મદદથી કરોડો નવી પોસ્ટ્સમાંથી યુઝરના રસ-રુચિ મુજબના વિડીયો પસંદ કરવામાં આવે તો તેમનો અનુભવ ઘણો ઉત્તમ બની શકે છે. આ જ કારણ છે કે મેટા હવે ફેસબુક પર પણ વિડીયો રિકમેન્ડેશનને વધુ મહત્વ આપી રહ્યું છે.

Frequently Asked Questions

ફેસબુકમાં કયું નવું ફીચર આવવાનું છે?

ફેસબુક ટૂંક સમયમાં એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે જેમાં એપ ખોલતા જ ફૂલ-સ્ક્રીન વિડીયો ફીડ જોવા મળશે. આ ફીચર સીધી રીતે ટિકટોકને ટક્કર આપશે.

ફેસબુક આ ફેરફાર શા માટે કરી રહ્યું છે?

ફેસબુક પર યુઝર્સની એક્ટિવિટી ઘટી છે અને શોર્ટ વિડીયો જોવાનો ટ્રેન્ડ વધ્યો છે. મોટાભાગના લોકો હવે માત્ર કન્ટેન્ટ જોવા આવે છે, તેથી તેમને વિડીયો બતાવવાનો હેતુ છે.

શું યુઝર્સને જૂનું ફેસબુક વર્ઝન વાપરવાનો વિકલ્પ મળશે?

હા, જો યુઝરને આ નવું ફીચર પસંદ નહીં આવે, તો તે સરળતાથી જૂના વર્ઝન પર સ્વિચ કરી શકશે. આ ફીચર હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે.

નવા વિડીયો ફીડમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે?

યુઝરના રસ-રુચિ મુજબના વિડીયો પસંદ કરવા માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને રિકમેન્ડેશન સિસ્ટમની મદદ લેવામાં આવશે. આ યુઝર અનુભવને ઉત્તમ બનાવશે.

Advertisement

ટોપ સ્ટોરી

રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Advertisement

વિડિઓઝ

Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
Embed widget