શોધખોળ કરો
Advertisement
Facebookએ લોન્ચ કર્યું Portal TV, ટીવીમાં કરી શકશો WhatsApp વીડિયો કોલિંગ
અમેરિકામાં તેનું વેચાણ પાંચ નવેમ્બરથી શરૂ થશે અને તેની કિંમત 149 ડોલર રાખવામાં આવી છે
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા કંપની Facebook ધીરે ધીરે હાર્ડવેર પર પોતાનું ધ્યાન કેન્દ્રિય કરી રહી છે. કંપનીએ આજે Portal TV લોન્ચ કરી દીધું છે. આ એક એક્સેસરી છે જે હેઠળ ટીવી પર વીડિયો ચેટિંગ કરી શકાય છે. આ ડિવાઇસ વીડિયો ચેટિંગ પ્રાઇમ ટાર્ગેટ છે. એટલે કે આ ડિવાઇસ મારફતે ટીવીમાં તમે ફેસબુક વીડિયો ચેટિંગ કરી શકો છો. અમેરિકામાં તેનું વેચાણ પાંચ નવેમ્બરથી શરૂ થશે અને તેની કિંમત 149 ડોલર રાખવામાં આવી છે. દો પોર્ટલ ડિવિસ સાથે લેવા પર કંપની 50 ડોલરની છૂટ આપી રહી છે.
ફેસબુકે ટોટલ ત્રણ પ્રોડક્ટસ લોન્ચ કર્યા છે. જેમાં પોર્નલ મિનિ, પોર્ટલ અને પોર્ટલ ટીવી સામેલ છે., બંન્ને પોર્ટલ એક પ્રકારે સ્માર્ટ ડિસ્પ્લે છે જેમ અમેઝોન અને ગુગલના છે પરંતુ પોર્ટલ ટીવી અલગ છે અને પ્રાઇવેસીને લઇને કેટલાક લોકોને તેની સામે વિરોધ પણ હોઇ શકે છે.
પોર્ટલ સ્માર્ટ ડિસ્પ્લે 10 ઇંચનું છે જ્યારે પોર્ટલ મિનિમાં આઠ ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેને તમે ટીવીનું એચડીએમઆઇ પોર્ટ લગાવી શકો છો. ત્યારબાદ તમારે ફેસબુક એકાઉન્ટથી લોગ ઇન કરવું પડે છે. ફેસબુક લોગ ઇન અને એકાઉન્ટ લિંક કર્યા બાદ તમે વીડિયો ચેટ કરી શકો છો. ફેસબુક સિવાય વોટ્સએપ કોલિંગ પણ પોર્ટલ મારફતે ટીવી પર કરી શકો છો. કંપનીએ કહ્યું કે, વોટ્સએપ કોલિંગ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ થાય છે જેથી અહી પણ એ એન્ડ ટ્રૂ એન્ડ સિક્યોર રહેશે. પોર્ટલ ટીવી નામના ડિવાઇસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ સ્માર્ટ કેમેરા આપવામાં આવ્યો છે. તેની ખાસિયત એ છે કે તે પેન અને ઝૂમ પણ થઇ શકે છે જેથી યુઝર જો મૂવ કરે તો ફ્રેમમાં દેખાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion