શોધખોળ કરો

Instagram પર કેવી રીતે શેર કરાય છે લાઈવ લોકેશન? 99% લોકોને આજે પણ નથી ખબર આ સરળ રીત

Instagram Tips: ઇન્સ્ટાગ્રામ પર લાઈવ લોકેશન શેર કરવા માટે સૌથી પહેલા એપ ખોલો અને તે વ્યક્તિની ચેટમાં જાઓ જેની સાથે તમે તમારું લોકેશન શેર કરવા માંગો છો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇન્સ્ટાગ્રામ ચેટમાં હવે લાઈવ લોકેશન શેર કરી શકાય છે.
  • ચેટમાં '+' આઇકનથી લોકેશન પસંદ કરી શેર કરો.
  • લાઈવ લોકેશન નિર્ધારિત સમય પછી આપમેળે બંધ થાય છે.
  • વિશ્વસનીય વ્યક્તિ સાથે જ લોકેશન શેર કરવું હિતાવહ છે.

Instagram Tips: ઇન્સ્ટાગ્રામ આજના સમયમાં ખૂબ જ ટ્રેન્ડિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સથી લઈને સ્ટોરી અને પોસ્ટ્સ સુધી લોકો ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ઘણો વધારે સમય વિતાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે પોતાનું લાઈવ લોકેશન શેર કરવાની વાત આવે છે, ત્યારે લોકો વોટ્સએપ અથવા અન્ય એપ્સનો ઉપયોગ કરે છે. જી હા, વાસ્તવમાં આજે પણ મોટાભાગના લોકોને નથી ખબર કે ઇન્સ્ટાગ્રામથી પણ તમે તમારું લાઈવ લોકેશન શેર કરી શકો છો. ચાલો જાણીએ કે ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે લાઈવ લોકેશન શેર કરવું.

 

ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે શેર થશે લાઈવ લોકેશન?

માહિતી અનુસાર, ઇન્સ્ટાગ્રામ પર લાઈવ લોકેશન શેર કરવા માટે સૌથી પહેલા એપ ખોલો અને તે વ્યક્તિની ચેટમાં જાઓ જેની સાથે તમે તમારું લોકેશન શેર કરવા માંગો છો. હવે ચેટ સ્ક્રીનમાં આપેલા '+' અથવા અટેચમેન્ટ (Attachment) ઓપ્શન પર ટેપ કરો. અહીં તમને Location નો ઓપ્શન જોવા મળશે. તેને સિલેક્ટ કર્યા પછી Share Live Location પર ટેપ કરો. આ પછી ઇન્સ્ટાગ્રામ તમારી પાસે લોકેશનની પરમિશન માંગશે. પરમિશન આપ્યા બાદ તમારું લાઈવ લોકેશન શેર થવાનું શરૂ થઈ જશે.

આ પણ વાંચો...વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત

કેટલા સમય સુધી દેખાય છે લોકેશન?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામનું આ ફીચર થોડા સમય માટે જ કામ કરે છે. જેમ વોટ્સએપ પર તમને થોડી મિનિટોથી લઈને થોડા કલાકો સુધીનો સમય મળે છે, તેમ જ ઇન્સ્ટાગ્રામ પણ આ ફીચર તમને થોડા સમય માટે જ આપે છે. આનો અર્થ એ છે કે એક નક્કી કરેલા સમય પછી તમારું લોકેશન શેર થવાનું આપમેળે બંધ થઈ જાય છે. જો કે, તમે જ્યારે ઈચ્છો ત્યારે Stop Sharing પર ટેપ કરીને લાઈવ લોકેશન શેરિંગ રોકી શકો છો.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

હવે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું લાઈવ લોકેશન શેર કરતી વખતે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જણાવી દઈએ કે માત્ર એ જ વ્યક્તિ સાથે પોતાનું લાઈવ લોકેશન શેર કરો જેના પર તમને પૂરો ભરોસો હોય. કોઈ અજાણ્યા વ્યક્તિ કે શંકાસ્પદ એકાઉન્ટ સાથે પોતાનું રિયલ-ટાઇમ લોકેશન શેર કરવાનું ટાળો. આ સિવાય, જો તમારા ફોનમાં લોકેશન સર્વિસ બંધ છે તો પહેલા તેને ઓન કરવી પડશે, ત્યારપછી જ આ ફીચર સાચી રીતે કામ કરશે. એટલું જ નહીં, સારા એક્સપિરિયન્સ માટે તમારે ઇન્સ્ટાગ્રામનું લેટેસ્ટ વર્ઝન જ ઉપયોગ કરવું જોઈએ. જો તમે ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ અપડેટ નથી કર્યું, તો પહેલા તમારે એપને અપડેટ કરી લેવી જોઈએ.

Frequently Asked Questions

શું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ લોકેશન શેર કરી શકાય છે?

હા, ઘણા લોકોને આ વિશે ખબર નથી, પરંતુ તમે ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ તમારું લાઇવ લોકેશન શેર કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામ પર લાઇવ લોકેશન કેવી રીતે શેર કરવું?

ચેટમાં જઈને '+' અથવા અટેચમેન્ટ ઓપ્શન પર ટેપ કરો, પછી 'Location' સિલેક્ટ કરીને 'Share Live Location' પર ટેપ કરો. પરમિશન આપ્યા બાદ લોકેશન શેર થવાનું શરૂ થશે.

ઇન્સ્ટાગ્રામ પર લાઇવ લોકેશન કેટલા સમય સુધી શેર થાય છે?

ઇન્સ્ટાગ્રામ પર લાઇવ લોકેશન શેરિંગ થોડા સમય માટે જ કામ કરે છે. એક નક્કી કરેલા સમય પછી તે આપમેળે બંધ થઈ જાય છે, પરંતુ તમે તેને જાતે પણ રોકી શકો છો.

લાઇવ લોકેશન શેર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

માત્ર વિશ્વાસુ વ્યક્તિઓ સાથે જ લોકેશન શેર કરો અને ફોનમાં લોકેશન સર્વિસ ચાલુ રાખો. સારા અનુભવ માટે એપ અપડેટ કરેલી હોવી જોઈએ.

ટોપ સ્ટોરી

GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
GTA 6 Console: શું તમારું કન્સૉલ GTA 6 માટે તૈયાર છે ? ગેમ રમતા પહેલા આ રીતે કરો ચેક
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget