શોધખોળ કરો
Advertisement
આજથી ફ્લિપકાર્ટ પર Black Friday સેલ શરૂ, આ મોંઘા ફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, ખરીદવાનો બેસ્ટ મોકો
આ વખતે કંપની ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઇડે સેલ લઇને આવી છે. આ સેલ 30 નવેમ્બર સુધી ચાલશે. ખાસ વાત છે કે આ સેલમાં કેટલાક મોંઘા ફોન સસ્તી કિંમતે ખરીદવાનો બેસ્ટ મોકો છે, કેમકે અહીં ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝનમાં જબરદસ્ત કમાણી કર્યા બાદ હવે ફ્લિપકાર્ટ ફરી એકવાર સેલ લઇને આવ્યુ છે. આ વખતે કંપની ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઇડે સેલ લઇને આવી છે. આ સેલ 30 નવેમ્બર સુધી ચાલશે. ખાસ વાત છે કે આ સેલમાં કેટલાક મોંઘા ફોન સસ્તી કિંમતે ખરીદવાનો બેસ્ટ મોકો છે, કેમકે અહીં ફોન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ સ્માર્ટફોન પર મળી રહ્યું ડિસ્કાઉન્ટ
આ સેલમાં 9,999ની કિંમત વાળો Redmi 9i સ્માર્ટફોન 8,299 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે રિયલમી 7i સ્માર્ટફોન 13,999 રૂપિયાના બદલે 11,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ ઉપરાંત તમે આ સેલમાં Realme Narzo 20ને 12,999 રૂપિયાના બદલે 10,499 રૂપિયામાં ઓર્ડર કરી શકે છો. એટલુ જ નહીં Poco M2ને 12,999 રૂપિયાની જગ્યાએ 9,999 રૂપિયામાં ખરીદી શકો છે. સાથે Poco M2 Proને 16,999 રૂપિયાને બદલે 12,999 રૂપિયામાં મળી રહ્યો છે.
આના પર પણ મળી રહી છે છૂટ
આ સેલમાં Samsungએ તાજેતરમાં લૉન્ચ થયેલા Galaxy F41 પર પણ છૂટ મળી રહી છે. આ સેલમાં આ ફોન 19,999ની જગ્યાએ 15,499 રૂપિયામાં ઓર્ડક કરી શકાય છે. આ ઉપરાંત Vivo V20 પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ બ્લેક ફ્રાઇડે સેલમાં 27,990ની કિંમત વાળો આ ફોન 24,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આમાં એક્સચેન્જ ઓફર્સમાં વીવોના આ ફોન પર 2,500 રૂપિયાની ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો
આ બ્લેક ફ્રાઇડે સેલમાં Poco M3 પર પણ છૂટ આપવામાં આવી રહી છે. આ ફોન તમે 10,999 રૂપિયાની જગ્યાએ 8,499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. આની સાથે જ 20,999ની કિંમત વાળા Realme 7 Pro ને 19,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત Moto G9ને 14,999 રૂપિયાની જગ્યાએ 9,999 રૂપિયામાં ખરીદી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement