શોધખોળ કરો
Advertisement
ઓછી કિંમતમાં મળી રહ્યો છે 6 GB રેમ વાળો Poco નો આ ખાસ ફોન, Oppo A15 સાથે છે મુકાબલો
ભારતીય માર્કેટમાં અનેક પ્રકારના સ્માર્ટફોન અલગ અલગ કિંમતમાં અલગ અલગ ફિચર્સ સાથે અવેલેબેલ છે, પણ જો તમે એક સારી રેમ વાળો ફોન લેવા માંગતા હોય તો પોકો ફોન ખરીદી શકો છો.
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં અનેક પ્રકારના સ્માર્ટફોન અલગ અલગ કિંમતમાં અલગ અલગ ફિચર્સ સાથે અવેલેબેલ છે, પણ જો તમે એક સારી રેમ વાળો ફોન લેવા માંગતા હોય તો પોકો ફોન ખરીદી શકો છો.
અત્યારે પોકો ઇન્ડિયાના સેલ ચાલી રહ્યો છે. તમે આ સેલમાં Poco M2 ફોન 1000 રૂપિયા સસ્તી કિંમતે ખરીદી શકો છો. આ ફોનની કિંમત 10999 રૂપિયા છે. પરંતુ આને તમે અત્યારે 9999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં 6જીબી રેમ અને 64જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
Poco M2માં 6.53 ઇંચની ફૂલ એચડી +ડિસ્પ્લે આપવામાં આવી છે, અને આને પ્રૉટેક્ટ કરવા માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. ફોનમાં 2.0 ગીગાહર્ટ્ઝ મીડિયાટેક હીલિયો જી80 પ્રૉસેસર છે. આ ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI પર ચાલે છે. જણાવવામાં આવી રહ્યું છે આમાં MIUI 12 અપડેટ ટૂંક સમયમાં મળશે.
શાનદાર કેમેરા
પોકોના આ ફોનમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 5 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર સામેલ છે. વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે આના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન બ્રિક રેડ, સ્લેટ બ્લૂ અને પિચ બ્લેક કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
Oppo A15
Poco M2 નો મુકાબલો Oppo A15 સાથે છે. આ સ્માર્ટફોન 2GB રેમ + 32GB સ્ટોરેજ મોડલ સાથે અવેલેબલ છે. તેમાં 6.52 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. પરફોર્મન્સ માટે ઓક્ટા-કોર MediaTek Helio P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેના બેકપેનલમાં ફિંગરપ્રિન્ટ સ્કૈનર સાથે ફેસ અનલોક ફીચરનો સપોર્ટ મળે છે. આ Android 10 પર આધારિત ColorOS 7.2 પર કામ કરે છે. Oppo A15 માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આ ફોન તમને 9990 રૂપિયામાં મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement