શોધખોળ કરો
Advertisement
નવા વર્ષની ભેટઃ Reliance ફરી લોન્ચ કરશે 4G ફીચરવાળો જિઓ ફોન, ગૂગલ સાથે મળીને.....
આ વર્ષે જુલાઈમાં કંપનીની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ ભવિષ્ટમાં 2G મુક્ત ભારત માટે ગૂગલ સાથે મળીને કામ કશે.
રિલાયન્સ જિઓ 4G ફીચરવાળો જિઓ ફોન ફરી લોન્ચ કરવા જઈ રહી છે. સંભાવના છે કે તે 2021ના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કોરોના મહામારીની વચ્ચે વર્ક અને સ્ટડી ફ્રોમ હોમ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખતા કંપનીએ આ નિર્ણય કર્યો છે. કારણ કે તેમાં કામ, અભ્યાસ અને મનોરંજનના માર્કેટમાં સત ગ્રોથ જોવા મળી રહ્યો છે.
કંપનીનો ટાર્ગેટ 30 કરોડ યૂઝર્સ સુધી પહોંચવું
મીડિયા રિપોર્ટ અનુસાર નવા રિલાયન્સ જિઓ ફોન કોન્ટ્રાકન્ટ પર મેન્યુફેક્ચરિંગ કરનારી કંપની ફ્લેક્સ દ્વારા બનાવવામાં આવશે. એજન્સી અનુસાર રિલાયન્સ જિઓનો ટાર્ગેટ લગભગ 20-30 કરોડ મોબાઈલ ફોન ગ્રાહકો પર છે, જે હાલમાં 2 યૂઝર છે.
ગૂગલ-જિઓ મળીને બનાવી રહ્યા છે સ્માર્ટફોન
જિઓનો નવો 4G ફોન ફરી લોન્ચ ત્યારે થઈ રહ્યો છે જ્યારે જિઓ અને ગૂગલ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનું ભારતમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. જણાવીએ કે, આ વર્ષની શરૂઆતમાં ગૂગલે જિઓ પ્લેટફોર્મમાં 7.7 ટકા હિસ્સો ખરીદવા માટે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
આ વર્ષે જુલાઈમાં કંપનીની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ ભવિષ્ટમાં 2G મુક્ત ભારત માટે ગૂગલ સાથે મળીને કામ કશે. તેના માટે ઓછી કિંમતમાં 4G અને 5G સ્માર્ટફોન બનાવશે. આ પહેલા કંપનીએ 2017માં જિઓ ફોન લોન્ચ કર્યો હતો, જેના તેની પાસે 10 કરોડથી વધારે યૂઝર્સ છે. તેમાંથી મોટાભાગના યૂઝરસ પ્રથમ વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement