શોધખોળ કરો
Advertisement
Vivo Y51A ભારતમાં 18,000 રૂપિયાથી પણ ઓછી કિંમતે લોન્ચ, ફીચર્સ મામલે આ ફોનને આપશે ટક્કર
વીવોએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Y51A લોન્ચ કર્યો છે. વીવોના આ ફોનની 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,990 રૂપિયા રાખવામાં આવી છે.
નવી દિલ્હી: નવા વર્ષ નિમિત્તે સ્માર્ટફોન લોન્ચ કરવાનું કામ ચાલી છે. વીવોએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Y51A લોન્ચ કર્યો છે. વીવોના આ ફોનની 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,990 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન 48 મેગાપિક્સલનાં કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના ફીચર્સ વિશે જાણીએ.
આ ઓફર્સ મળી રહી છે
વીવો Y51A રિટેલ પાર્ટનર સ્ટોર્સ ઉપરાંત વીવો ઇ સ્ટોર, ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ, ટાટાક્લીકથી ખરીદી શકાય છે. ફોન પર એચડીએફસી બેંક, Vi તરફથી 1000 રૂપિયાની કેશબેક ઑફર મળી રહી છે. ફોનને બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એચડીબી ક્રેડિટ અને આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ હેઠળ ખરીદી શકાય છે.
આ ફોનના ફીચર્સ
વિવો Y51A એ 6.58 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1,080×2,408 પિક્સેલ્સ છે. એન્ડ્રોઇડ 11 આધારિત ફન્ટચચ ઓએસ 11 પર કામ કરે છે. પ્રદર્શન માટે ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 એસઓસી પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.
Motorola One Fusion+ સાથે ટક્કર
Vivo Y51A ની Motorola One Fusion+ માં 6.5 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. ફોનમાં સ્નૈપડ્રેગન 730 પ્રોસેસર આપવમાં આવ્યું છે. આ સ્માર્ટફોન સ્ટોક એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનના રિયરમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 64 મેગા પિક્સલ પ્રાઈમરી સેન્સર, 8 મેગા પિક્સલ અલ્ટ્રા વાઈ઼ડ એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર જોવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement