શોધખોળ કરો

Women Day 2025: દરેક મહિલાના સ્માર્ટફોનમાં આ 5 પર્સનલ સેફ્ટી એપ્લિકેશન હોવી જ જોઈએ

Women Day 2025: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસે, મહિલાઓની સામાજિક, આર્થિક, રાજકીય તેમજ સાંસ્કૃતિક સિદ્ધિઓને લગતા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Women Day 2025: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસે, મહિલાઓની સામાજિક, આર્થિક, રાજકીય તેમજ સાંસ્કૃતિક સિદ્ધિઓને લગતા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 21મી સદીમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક પ્રકારના અભિયાન ચલાવવામાં આવે છે. ટેકનોલોજીના આ યુગમાં, દરેક મહિલાના સ્માર્ટફોનમાં આ 5 સેફ્ટી એપ્સ હોવી જોઈએ, જેનો તે જરૂર પડ્યે ઉપયોગ કરી શકે.

112 India: આ એપ ભારત સરકારની ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) પહેલનો એક ભાગ છે. આ એપનો ઉપયોગ દેશના તમામ રાજ્યોમાં ઇમરજન્સી સેવાઓ માટે થઈ શકે છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

I'M Safe: આ એપ ઇમરજન્સી સંપર્ક માટે પણ બનાવવામાં આવી છે. આ એપ દ્વારા SOS એલર્ટ મોકલવા ઉપરાંત, નકલી ફોન કોલ્સ, લોકેશન શેરિંગ વગેરે જેવા કાર્યો પણ કરી શકાય છે. આ એપ તમને કટોકટીના સમયમાં મહિલા સુરક્ષા સલાહકારો NGO સાથે સીધા જોડી શકે છે.

My Safetipin: આ સેફ્ટી એપ મુસાફરી દરમિયાન લોકેશન પિન કરવા માટે છે. આમાં, સલામત માર્ગો, સલામત જાહેર સ્થળોને ચિહ્નિત કરી શકાય છે. કટોકટી દરમિયાન, આ એપ દ્વારા તમારું લોકેશન તમારા પરિવાર અથવા મિત્રોને મોકલી શકાય છે.

Alrty Personal Alarm: આ એન્ડ્રોઇડ એપ ખાસ કરીને એકલી મુસાફરી કરતી મહિલાઓ માટે ડિઝાઇન કરી શકાય છે. આ એપ પર ફક્ત થોડા ટેપથી જ ઇમરજન્સી કોન્ટેક્ટ્સનો સંપર્ક કરી શકાય છે.

Alrty Personal Alarm: આ એપ દ્વારા તમે તમારા મોબાઇલમાં પહેલાથી પસંદ કરેલા કોન્ટેક્ટ્સને એલાર્મ મોકલી શકો છો. આ એપ યુઝરના ફોન પર ઇમરજન્સી કોન્ટેક્ટ્સ સાથે એલાર્મ મોકલે છે. વધુમાં, આ દ્વારા રીઅલ ટાઇમ વિડિયો પણ શેર કરી શકાય છે.

8 માર્ચે કેમ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ?

વિશ્વની અડધી વસ્તી મહિલાઓની છે. તેઓ કોઈપણ બાબતમાં પુરુષોથી પાછળ નથી. સમાજની પ્રગતિમાં પુરુષોનું જેટલું જ યોગદાન છે એટલું જ મહિલાઓનું છે. પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ મહિલાઓને પુરૂષોની જેમ સમાન તકો અને સન્માન મળતું નથી. આજે પણ તેમને સમાનતાના અધિકાર માટે અનેક મોરચે લડવું પડે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને તેમને તેમના અધિકારો વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે આ દિવસની ઉજવણી માટે 8 માર્ચની તારીખ શા માટે પસંદ કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

મજૂર આંદોલનના કારણે મહિલા દિવસની થઇ હતી શરૂઆત

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વાસ્તવમાં મજૂર આંદોલનની ઉપજ છે. તેની શરૂઆત વર્ષ 1908માં થઈ હતી, જ્યારે લગભગ 15 હજાર મહિલાઓ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરી હતી. આ મહિલાઓની માંગ કામકાજના કલાકો ઘટાડવા, કરેલા કામના હિસાબે પગાર આપવા અને મતદાનનો અધિકાર આપવાની પણ હતી. મહિલાઓના આ વિરોધના એક વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી.

શા માટે માત્ર 8 માર્ચે જ મહિલા દિવસ ઉજવાય છે?

આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો વિચાર એક મહિલા ક્લારા જેટકિનનો હતો. ક્લારા જેટકિનને વર્ષ 1910માં વૈશ્વિક સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે ક્લારા યુરોપિયન દેશ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહી હતી. ત્યાં હાજર તમામ મહિલાઓએ તેમનું સમર્થન કર્યું અને વર્ષ 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી 1975માં સંયુક્ત રાષ્ટ્રે સત્તાવાર રીતે મહિલા દિવસને માન્યતા આપી અને તેની ઉજવણી માટે 8 માર્ચની તારીખ નક્કી કરી હતી.  ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો...

BSNL 5G અપડેટ: સરકારે લીધો મોટો નિર્ણય, હવે ડાઉનલોડિંગ અને સ્ટ્રીમિંગ થશે રોકેટની ગતિએ!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
Embed widget