સાવધાનઃ આ છ કંપનીઓના વાઇફાઇ રાઉટર પર તોળાઇ રહ્યો છે ખતરો, હેકર્સ કરી રહ્યાં છે આ રીતે હેક, જાણો વિગતે
આઇઓટી ઇન્સપેક્ટર સીટીઓ ફ્લૉરિયન લુકાવસ્કીએ કહ્યું - તપાસ દરમિયાન નાના વ્યવસાય અને ઘરેલુ રાઉટર ફેલ રહ્યાં
Wifi Router Security: એક નવા રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે લગભગ 226 સિક્યૂરિટી ખામીઓ આવ્યા બાદ અલગ અલગ બ્રાન્ડોના લાખો વાઇફાઇ રાઉટર ખતરામાં પડી ગયા છે. આ જાણકારી સિક્યૂરિટી રિસર્ચર્સની નવી ટીમ દ્વારા IoT ઇન્સ્પેક્ટર અને ચિપ મેગ્ઝીનને આપવામાં આવી છે. રિસર્ચ કરવામા આવેલી નવી સુરક્ષા નબળાઇઓ Netgear, Asus, Synology, D-Link, AVM, TP-Link અને Edimax સહિતના બ્રાન્ડોના કેટલાય વાઇફાઇ રાઉટરને અસર કરે છે. આઇઓટી ઇન્સપેક્ટર સીટીઓ ફ્લૉરિયન લુકાવસ્કીએ કહ્યું - તપાસ દરમિયાન નાના વ્યવસાય અને ઘરેલુ રાઉટર ફેલ રહ્યાં. તમામ બગ ખતરનાક નથી. ટેસ્ટ દરમિયાન દરેક રાઉટરમાં જરૂરી સિક્યૂરિટી બગ દેખાયો જે હેકર્સના કામને આસાન બનાવી શકે છે. રિપોરટ્ અનુસાર, આનુ મુખ્ય કારણ નવા કમ્પોનન્ટ્સની કમી થવાની આશા પણ છે. જેના કારણે હેકર્સ માટે આ રાઉટર્સની સર્વિસને ડિસ્ટર્બ કરવુ આસાન બની જાય છે.
રિપોર્ટમાં બીજુ શું સામે આવ્યુ -
રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે વેન્ડર્સ રાઉટર પર સરલ ડિફૉલ્ટ પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યાં હતા, જેનાથી અનુમાન લગાવવુ આસાન થઇ ગયુ છે. કેટલાક યૂઝર્સ પોતાના ડિફૉલ્ટ ક્રેડેન્શિયલની સાથે વાઇફાઇ રાઉટરનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. જે તેમને હેકર્સ માટે આસાન ટાર્ગેટ બનાવે છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે આમાંથી મોટાભાગની કંપનીઓ બહજુ સાધારણ પાસવર્ડ્સનો ઉપયોગ કરે છે. જેમ કે ‘admin’ અને ‘1234’ જેવા પાસવર્ડ્સ એટલા સામાન્સ અને સરળ છે કે હેકર્સ તેને આસાનીથી ગેસ કરી શકે છે. એટલુ જ નહીં એ પણ જોવામાં આવ્યુ છે કે કંપનીઓ તો આ પાસવર્ડ લગાવે છે જ, સાથે સાથે યૂઝર્સ પણ આ પાસવર્ડનો ઉપયોગ કરે છે.
જેમ કે કંપનીઓ રાઉટરની નબળાઇઓની સૂચના આપી, તમામ વેન્ડર્સે પ્રભાવિત મૉડલો માટે એક ફિક્સ જાહેર કરીને તરત જ પ્રતિક્રિયા આપી. આમાં Asus, D-Link, Edimax, Linksys, Netgear, Synology અને TP-Link સામલે છે. નવા અપડેટને લાગુ કરવા અને કોઇપણ સંભવિત હુમલાથી બચવા માટે યૂઝર્સને પોતાના વાઇફાઇ રાઉટરના ફર્મવેયરને જલદી અપડેટ કરવુ જોઇએ.