શોધખોળ કરો
ધમાકેદાર ઓફર! ફક્ત 141 રૂપિયામાં મળશે JioPhone 2, કરવું પડશે આ કામ
JioPhone2 24 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.
![ધમાકેદાર ઓફર! ફક્ત 141 રૂપિયામાં મળશે JioPhone 2, કરવું પડશે આ કામ jiophone 2 sale offers emi of 141 rupees to buy this 1499 rupees phone know qwerty keypad smartphone ધમાકેદાર ઓફર! ફક્ત 141 રૂપિયામાં મળશે JioPhone 2, કરવું પડશે આ કામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/28110349/jio-phone-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રિલાયન્સના જિઓફોન 2નું વેચાણ ચાલી રહ્યું છે. આ ફોન ખરીદવાની ઉત્તમ તક છે. આ ફોનની સત્તાવાર વેબસાઈટ jio.com પર આપવામાં આવેલ જાણકારી અનુસાર JioPhone 2ની ખરીદી પર EMIની ઓફર આપવામાં આવી રહી છે. આ ફોનની કિંમત 2999 રૂપિયા છે, પરંતુ EMI અંતર્ગત તે માત્ર 141 રૂપિયામાં ખરીદી શકાય છે. JioPhone2 પોતાના પોપ્યુલર JioPhoneનું સક્સેસર વર્ઝન છે, જેને વર્ષ 2017માં લૉન્ચ કરવામાં આવ્યો હતો.
JioPhone2માં ફુલ કીબોર્ડ સાથે હોરિઝેન્ટલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં તમને 2.4 ઇંચની ડિસ્પ્લે અને 512 MBની રેમ મળે છે. તેમાં તમને 4GBની ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે.
કેમેરાની વાત કરીએ તો ફોનના રિયર એન્ડમાં 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે યુઝર્સને આ મોબાઇલના ફ્રન્ટમાં VGA કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન Wi-Fi, GPS, બ્લૂટૂથ અને FM આપવામાં આવ્યાં છે. ફોનમાં 2000mAhની બેટરી આપવામાં આવી છે અને તે KAI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. JioPhone2 24 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. ખાસ વાત એ છે કે આ ફોનમાં વૉટ્સએપ અને યુટ્યુબ જેવા ફીચર પણ આપવામાં આવ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)