શોધખોળ કરો

ગઝબ... મેડ-ઇન-ઇન્ડિયા સ્માર્ટફોનનો ફર્સ્ટ સેલ શરૂ, આગળ-પાછળ બન્ને બાજુ મળશે 3D AMOLED સ્ક્રીન

Lava Agni 3 5G Smartphone First Sale: સ્માર્ટફોન મેકર કંપની લાવાએ એ હાલમાં જ ભારતમાં પોતાનો નવો ઈનૉવેટિવ ફોન લૉન્ચ કર્યો છે. આ ફોનનું નામ Lava Agni 3 5G છે

Lava Agni 3 5G Smartphone First Sale: સ્માર્ટફોન મેકર કંપની લાવાએ એ હાલમાં જ ભારતમાં પોતાનો નવો ઈનૉવેટિવ ફોન લૉન્ચ કર્યો છે. આ ફોનનું નામ Lava Agni 3 5G છે. આ ફોન ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે કારણ કે તેના આગળ અને પાછળના બંને ભાગોમાં AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ગઇકાલથી એટલે કે 9મી ઓક્ટોબર 2024થી લાવાએ પણ આ ફોનનું વેચાણ શરૂ કરી દીધું છે. યૂઝર્સ એમેઝૉન પર આ ભારતીય સ્માર્ટફોન કંપનીના મેડ-ઇન-ઇન્ડિયા ફોન ખરીદી શકે છે.

ફોનની કિંમત અને ઓફર -

કંપનીએ આ ફોનને બે વેરિઅન્ટમાં લૉન્ચ કર્યો છે. પ્રથમ વેરિઅન્ટ 8GB RAM + 128GB સ્ટૉરેજ સાથે છે, જેની કિંમત 20,999 રૂપિયા છે, પરંતુ તેની સાથે ચાર્જર ઉપલબ્ધ થશે નહીં.
જો તમે ચાર્જર સાથે આ વેરિઅન્ટ ખરીદો છો, તો તમારે 22,999 રૂપિયા ખર્ચવા પડશે.
તેનું બીજું વેરિઅન્ટ 8GB RAM + 256GB સ્ટૉરેજ સાથે છે, જેની કિંમત 24,999 રૂપિયા છે. આ વેરિઅન્ટ ફક્ત ચાર્જર સાથે ઉપલબ્ધ છે.
કંપનીએ આ ફોનને ડાર્ક બ્લૂ અને ગ્રે કલરમાં લૉન્ચ કર્યો છે.
આ ફોનને SBI કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 1000 થી 2000 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર સાથે ખરીદી શકાય છે.

Lava Agni 3 સ્પેશિફિકેશન્સ -

આ ફોનના આગળના ભાગમાં 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જ્યારે ફોનના પાછળના ભાગમાં 1.78 ઇંચની AMOLED સ્ક્રીન છે. ફોનની પાછળની સ્ક્રીન પરથી યૂઝર્સ નૉટિફિકેશન જોઈ શકશે, મ્યુઝિક, કેમેરા સહિત અનેક ખાસ ફિચર્સ કંટ્રોલ કરી શકશે.

આ ફોનમાં MediaTek Dimensity 7300X ચિપસેટ છે. ફોનની પાછળ 50MP + 8MP + 8MP ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તે જ સમયે, સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16MP ફ્રન્ટ કેમેરા છે.

તેમાં 66W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી છે. આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત ઓએસ પર ચાલે છે અને કંપનીએ 4 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ આપવાનો દાવો કર્યો છે.

તેની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ઉપલબ્ધ બે ડિસ્પ્લે છે. આ ફોનની બંને બાજુ ડિસ્પ્લે હશે. ફોનના આગળના ભાગમાં 6.78-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે અને પાછળના ભાગમાં 1.78-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 7300X ચિપસેટ આપવામાં આવી છે.

ફોનની પાછળ 50MP + 8MP + 8MPનો ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સિવાય ફોનના આગળના ભાગમાં 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, જેનો ઉપયોગ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કરી શકાય છે.

આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત ઓએસ પર ચાલશે. તે 4 વર્ષ સુધી સુરક્ષા અપડેટ્સ પ્રદાન કરશે. કંપનીએ ફોનમાં 5000mAh બેટરી આપી છે, જેની સાથે 66W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

મોટી-મોટી કંપનીઓને ટક્કર આપશે લાવા

Lava Agni 3 ફોનની કિંમતની રેન્જમાં Motorola, Iku, Samsung, Vivo, Redmi, Realme અને Poco કંપનીઓના ઘણા સ્માર્ટફોન છે, જેની સાથે Lavaનો આ ફોન ટક્કર આપી શકે છે. ખાસ કરીને Motorola Edge 50 Fusion, Moto G85 5G, iQOO Z9s, iQOO Z9s Pro, Nothing Phone 2a, Samsung Galaxy M55s, Poco X6 જેવા ઘણા ફોન માટે વિકલ્પો છે.

આ પણ વાંચો

Diwali Offer: Vi ની દિવાળી ઓફર શરૂ, આ ઇન્ટરનેટ રિચાર્જમાં ફ્રીમાં આપી રહ્યું છે Netflix Plan 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હૉસ્પિટલમાં દુઃશાસન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : વરદી સેવા માટે કે રૂપિયા કમાવવા માટે?Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથીRajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.