Motorolaએ પોતાના બે ધાંસૂ ફોન માર્કેટમાં ઉતર્યા, જાણો કયા છે ફોન ને શું છે કિંમત...........
બ્રાઝિલમાં આ બીજી સૌથી મોટી માર્કેટ ભાગીદારી રાખે છે. બ્રાન્ડની લેટેસ્ટ જી સીરીઝ (Motorola G Series) હેન્ડસેટ સેમસંગ અને શ્યાઓમીને ટક્કર આપવા માટે તૈયાર છે.
Moto G62 5G And G42 Price: મોટોરોલાએ અધિકારિક રીતે G62 5G અને G42ને બ્રાઝીલમાં પોતાના બે લેટેસ્ટ G- સીરીઝ હેન્ડસેટ તરીકે રજૂ કર્યા છે. મોટોરોલા (Motorola) એ ગ્લૉબલ સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી લેવલ અને મીડ રેન્જ સેગમેન્ટમાં પણ ઝડપથી પોતાને સ્થાપિત કર્યુ છે. બ્રાઝિલમાં આ બીજી સૌથી મોટી માર્કેટ ભાગીદારી રાખે છે. બ્રાન્ડની લેટેસ્ટ જી સીરીઝ (Motorola G Series) હેન્ડસેટ સેમસંગ અને શ્યાઓમીને ટક્કર આપવા માટે તૈયાર છે. ચિપસેટ અને સ્ક્રીન રિફ્રેશ રેટમાં કેટલાક અંતરોને છોડીને ડિવાઇસમાં લગભગ સમાન સ્પેશિફિકેશન છે.
Moto G62 5Gના ફિચર્સ -
ડિવાઇસમાં સ્નેપડ્રેગન 480+ અને સ્નેપડ્રેગન 680 SoCs છે, જેમાં 4GB RAM, 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ, ત્રિપલ રિયર કેમેરા અને 5,000mAh ની બેટરી છે. બ્રાન્ડએ હજુ સુધી બન્ને સ્માર્ટફોનની ઉપબ્ધતાની પુષ્ટી નથી કરી. Moto G62 5G અને G42 માં એક સેન્ટર અલાઇન પંચ હૉલ કટ આઉટ બેઝલ્સ અને એક સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનરની સુવિધા છે. પીછળની બાજુએ એક એલઇડી ફ્લેશની સાથે ત્રિપલ રિયર કેમેરા છે. ડિવાઇસમાં 6.5 ઇંચની એલઇડી પેનલ 120Hz રિફ્રેશ રેટ અને ફૂલ એચડી- (1080x2400) રિઝૉલ્યૂશન છે.
Moto G62 5G માં કેમેરા -
Moto G62 5G અને G42 માં ત્રિપલ રિયર કેમેરા છે, જેમાં 50MPનો મેન શૂટર, 8MPનો અલ્ટ્રા વાઇડ સેન્સર અને 2MP નો મેક્રો કેમેરા છે, સેલ્ફી અને વીડિયો કૉલ માટે 16MPનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો છે.
Moto G62 5G માં સ્ટૉરેજ -
Moto G62 5G અને G42માં ક્રમશઃ સ્નેપડ્રેગન 480+ અને સ્નેપડ્રેગન 680 SoCs છે, જેને 4GB રેમ અને 128GB સ્ટૉરેજની સાથે જોડવામાં આવ્યુ છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 12-બેઝ્ડ MyUX ને બૂટ કરે છે, અને 20W ચાર્જિંગની સાથે 5,000mAhની બેટરી પેક કરે છે. કનેક્ટિવિટી માટે ડ્યૂલ સિમ, વાઇફાઇ 5, જીપીએસ, એનએફસી, એક હેડફોન જેક અને એક ટાઇપ સી પોર્ટની સાથે ક્રમશઃ બ્લૂટૂથ 5.1 અને 5.0નો સપોર્ટ કરે છે.
Moto G62 5G અને Moto G42 ની કિંમત -
મોટોરોલાએ અત્યારુ સુધી પોતાની લેટેસ્ટ જી-સીરીઝ સ્માર્ટફોનની કિંમતનો ખુલાસો નથી કર્યો. Moto G62 5G ગ્રેફાઇટ અને ગ્રીન કલરમાં લૉન્ચ કરવામાં આવશે, જ્યારે Moto G42 બ્લૂ અને રૉજ કલરમાં આવે છે, આની કિંમત 20,000 રૂપિયાથી ઓછી હોવાની આશા છે.