ટ્રેન્ડિંગ 3D ઈમેજનો કમાલ, Google Gemini બની સૌથી લોકપ્રિય એપ, ChatGPT રહી ગઈ પાછળ
છેલ્લા કેટલાક દિવસોથી તમે WhatsApp, Instagram અને Facebook સહિત દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની 3D તસવીરો જોઈ હશે

છેલ્લા કેટલાક દિવસોથી તમે WhatsApp, Instagram અને Facebook સહિત દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોની 3D તસવીરો જોઈ હશે. આ 3D તસવીરો એટલે કે Nano Banana 3D Figurine Google Gemini ની મદદથી તૈયાર કરવામાં આવી છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર વિશ્વમાં Google Gemini માંથી એટલા બધા 3D Figurine બનાવવામાં આવ્યા છે કે તે Play Store પર સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ્લિકેશન બની ગઈ છે. લોકો આ એપ્લિકેશનને મોટી સંખ્યામાં ડાઉનલોડ કરીને પોતાનું 3D Figurine બનાવી રહ્યા છે.
3D Figurine એ કર્યો કમાલ
Google એ 26 ઓગસ્ટના રોજ Nano Banana લોન્ચ કર્યું હતું. તે એક ઇમેજિંગ ટૂલ છે જે વાસ્તવિક જેવા દેખાતી તસવીરો બનાવી શકે છે. Google એ તેને Gemini માં ઈન્ટીગ્રેટ કર્યું છે. 9 સપ્ટેમ્બર સુધી લોન્ચ થયા પછી કંપનીને 2.3 કરોડ નવા યુઝર્સ મળ્યા છે. આ કારણે તે Google Play Store પર સૌથી વધુ ડાઉનલોડ થયેલ એપ્લિકેશન બની ગઈ છે. અમેરિકામાં, તે ChatGPT ને પાછળ છોડી દીધી છે.
Nano Banana ના ફીચર્સ શું છે?
આ Google નું AI ટૂલ છે. તેની મદદથી યુઝર્સ ઈમેજ જનરેટ કરી શકે છે. આ ઉપરાંત તે ઈમેજને તેના મૂળ વિષયને બદલ્યા વિના મોડિફાઈ અને કસ્ટમાઈઝ કરવાનો પણ ઓપ્શન આપે છે. તે સ્ટાઇલ ટ્રાન્સફર અને વિવિધ ફોટા મર્જ કરવાનો વિકલ્પ પણ આપે છે. ગૂગલે જણાવ્યું હતું કે આ ટૂલ લોન્ચ થયા પછી પહેલા બે અઠવાડિયામાં વિશ્વભરમાં 50 કરોડથી વધુ ફોટા એડિટ કરવામાં આવ્યા હતા.
3D Figurine કેવી રીતે બનાવવી?
જો તમે Nano Banana 3D Figurine બનાવવા માંગતા હોવ તો તમારે જેમિની એપ અથવા વેબસાઇટની મદદ લેવી પડશે. ઈમેજ બનાવવા માટે ગૂગલ જેમિનીની એપ અથવા વેબસાઇટ પર જાવ અને તમારી ઈમેજ અપલોડ કરો. આ પછી તમારે તેને 3D Figurine બનાવવા માટે પ્રોમ્પ્ટ દાખલ કરવો પડશે. પ્રોમ્પ્ટ આપ્યા પછી થોડીવારમાં 3D ફિગરીન તમારા માટે તૈયાર થઈ જશે.





















