Free OTT Apps: આ ઓટીટી એપ્સ પર ફ્રીમાં જુઓ ફિલ્મો અને વેબસીરીઝ, મફતમાં લો મજા
આજે OTTનો જમાનો છે. દર અઠવાડિયે કેટલીય વેબસીરીઝ અને ફિલ્મો OTT પર રિલીઝ થાય છે. આવી સ્થિતિમાં લોકો પાસે જોવા માટે ઘણીબધી કન્ટેન્ટ ઉપલબ્ધ છે
Free OTT Apps: આજે OTTનો જમાનો છે. દર અઠવાડિયે કેટલીય વેબસીરીઝ અને ફિલ્મો OTT પર રિલીઝ થાય છે. આવી સ્થિતિમાં લોકો પાસે જોવા માટે ઘણીબધી કન્ટેન્ટ ઉપલબ્ધ છે. જો તમને કોઈપણ OTT એપ્લિકેશનનું મફત સબસ્ક્રિપ્શન મળે છે, તો મજા બમણી થઈ જાય છે. હા, આજે અમે તમને કેટલીક એવી જ શાનદાર એપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર તમે ઘણીબધી ફિલ્મો અને વેબસીરીઝ ફ્રીમાં જોઈ શકો છો.
જિઓ સિનેમા
જો તમે Jio નંબરનો ઉપયોગ કરો છો, તો તમે Jio Cinema એપ પર મૂવી અને સીરીઝ ફ્રીમાં જોઈ શકો છો. જો તમારી પાસે Jio સિમ નથી તો તમે તમારો Jio નંબર એન્ટર કરીને આ એપમાં લૉગીન કરી શકો છો.
એમએક્સ પ્લેયર
તમે આ એપ્લિકેશન પર ઘણીબધી મૂવીઝ અને વેબસીરીઝનો મફતમાં આનંદ પણ લઈ શકો છો. આ એપ પર તમને બૉબી દેઓલની સુપરહિટ વેબસીરીઝ આશારામ પણ જોવા મળશે.
વૂટ એપ
બહુ ઓછા લોકો જાણે છે કે Voot એપ કલર્સ ટીવીનું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. આ એપ માટે તમારે પૈસા ચૂકવવાની જરૂર નથી. આના પર તમને કલર્સ ટીવીના તમામ શો મળશે.
Tubi
આ એપ પર તમે હૉલીવુડની મૂવીઝ અને સીરીઝનો ફ્રીમાં આનંદ માણી શકો છો. જો તમે એડ ફ્રી મૂવી કે વેબસીરીઝ જોવા માંગતા હોવ તો તમે તેનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અહીં તમને હૉલીવુડના ઘણા બધા શો અને ફિલ્મો જોવા મળશે.
xstreme
આ એપ્લિકેશન મફતમાં મૂવી અને વેબસીરીઝ જોવા માટે પણ સારો વિકલ્પ છે. આ એપનો ઉપયોગ કરવા માટે તમારી પાસે એરટેલ સિમ હોવું જરૂરી છે.