શોધખોળ કરો
Advertisement
Jio, Airtel અને Viના આ છે એક વર્ષની વેલિડિટીવાળા બેસ્ટ પ્લાન, જાણો ત્રણેયની ઓફર્સ
એરટેલેના આ પ્લાનમાં તમામ નેટવર્ક પર એનલિમિટેડ કોલિંગની સાથે એક વર્ષ માટે 24 જીબી ડેટા મળે છે.
દેશની ત્રણ મોટી ટેલીોકમ કંપનીઓ યૂઝર્સને આકર્ષવા માટે નવા નવા પ્લાન ઓફર કરે છે. જો તમે પણ વારંવાર રિચાર્જ કરાવવાથી પરેશાન છો તો તમારા માટે જિઓ, એરટેલ અને વીઆઈ એટલે કે વોડાફોન આઈડિયા એક વર્ષની વેલિડિટીવાળા પ્લાન ઓફર કરે છે. તેમાં ફ્રી કોલિંગની સાથે ફ્રી એસએમએસની પણ સુવિધા મળે છે. આવો જામીએ આ ત્રણેય કંપનીઓમાંથી બેસ્ટ પ્લાન કઈ કંપનીનો છે.
Airtelનો 1498 રૂપિયાનો પ્લાન
એરટેલેના આ પ્લાનમાં તમામ નેટવર્ક પર એનલિમિટેડ કોલિંગની સાથે એક વર્ષ માટે 24 જીબી ડેટા મળે છે. ઉપરાંત યઝર્સને 3600 ફ્રી એસએમએસ પણ મળે છે. તેમાં એરટેલ એક્સ્ટરીમ એપ પ્રીમિયમ, વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શનની સાથે FASTag ખરીદવા પર 100 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.
Jioનો 1299 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિઓના આ પ્લાનમાં કંપની યૂઝર્સને કુલ 24 જીબી ડેટા આપે છે. આ પ્લાન અંતર્ગત જિઓ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જ્યારે અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે યૂઝર્સને 12 હજાર નોન એફયૂપી મિનિટ મળે છે. 3600 ફ્રી એસએમએસ ઓફર કરનાર આ પ્લાનમાં જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 336 દિવસની છે.
Viનો 1499 રૂપિયાનો પ્લાન
વોડાફોન-આઈડિયાનો આ પ્લાન બિલકુલ એરટેલના 1498 રૂપિયાવાળા પ્લાન જેવો જ છે. આ પ્લાન અંતર્ગત 24 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેમાં 3600 ફ્રી એસેમએસ ઉપરાંત દેશભરમાં કોઈપણ નેટવર્ક્સ પર ફ્રી કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાન પણ એક વર્ષની વેલિડિટી સાથે આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement