શોધખોળ કરો

સ્માર્ટફોન વારંવાર થઈ રહ્યો છે ગરમ? ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો વધી શકે છે મુશ્કેલી

સ્માર્ટફોન ગરમ થવા પર જો કેટલીક ભૂલ કરશો તો વધુ નુકસાન થઇ શકે છે. . ફોનને ઠંડો કરવા માટે તેનો ઉપયોગ બંધ કરો, ભારે એપ્સ બંધ કરો અને રૂમ ટેમ્પરેચર પર રાખો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ફોન ગરમ થતા ફ્રિજમાં મૂકવો નુકસાનકારક આદત છે.
  • તાપમાન બદલાવથી ભેજ, શોર્ટ સર્કિટ, બેટરીને નુકસાન થાય.
  • સ્ક્રીન, કેમેરા પણ બગડે, ફોનનું પ્રદર્શન ઘટી શકે.
  • ગભરાયા વિના ફોન બંધ કરી હવાવાળી જગ્યાએ મૂકો.

આજના સમયમાં સ્માર્ટફોન આપણા રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. વીડિયો જોવાનો હોય, ગેમ રમવાની હોય, ફોટો પાડવાનો હોય કે કોઈ સાથે વાત કરવાની હોય, લગભગ દરેક કામ ફોનથી જ થઈ જાય છે. પરંતુ સતત ઉપયોગ કરવાથી ફોન ગરમ થવો પણ સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેને ઝડપથી ઠંડો કરવા માટે ફ્રિજમાં મૂકી દે છે. જો તમે પણ આવું કરો છો, તો આ આદત તમારા ફોનને મોટું નુકસાન પહોંચાડી શકે છે.  જેમ કે ફ્રિજ અથવા ફ્રીઝરમાં રાખવામાં આવે છે, ત્યારે તેની અંદરનું તાપમાન ઝડપથી બદલાઈ જાય છે. તેના કારણે ફોનની અંદર ભેજ બનવા લાગે છે. આ ભેજ મધરબોર્ડ, બેટરી અને અન્ય જરૂરી પાર્ટ્સ સુધી પહોંચી શકે છે, જેના કારણે શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેક્નિકલ ખામી થવાનો ખતરો વધી જાય છે.

  • ગરમ ફોનને અચાનક ઠંડા તાપમાનમાં રાખવાથી અંદર ભેજ બની શકે છે.
  • વધુ ગેમિંગ, 4K વીડિયો રેકોર્ડિંગ, ફાસ્ટ ચાર્જિંગ ફોનનું તાપમાન વધારી શકે છે.
  • ઉપયોગ બંધ કરવો, એપ્સ બંધ કરવી અને ફોનને હવાદાર જગ્યાએ રાખવો સુરક્ષિત ઉપાય છે.

બેટરી પર પણ પડે છે ખરાબ અસર

આજે મોટાભાગના સ્માર્ટફોનમાં લિથિયમ-આયન બેટરી હોય છે. આ બેટરી ખૂબ વધુ ગરમી અને ખૂબ વધુ ઠંડી, બંને સ્થિતિમાં પ્રભાવિત થાય છે. જો ગરમ બેટરીને અચાનક ખૂબ ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે, તો તેની ક્ષમતા ઘટી શકે છે. વારંવાર આવું કરવાથી બેટરી ઝડપથી ખરાબ થવા લાગે છે અને તેની આયુષ્ય પણ ઘટી જાય છે.

ફોનની અંદર ભેજ પહોંચી શકે છે

ફોનને વધુ ઠંડી જગ્યાએ રાખવાથી  ભેજ ફોનના ચાર્જિંગ પોર્ટ, સ્પીકર, કેમેરા અને અન્ય ભાગો સુધી પહોંચી શકે છે.  આ ભેજ તરત સુકાતો નથી. જો તે જ સમયે ફોન ચાર્જ કરવામાં આવે અથવા તેનો ઉપયોગ કરવામાં આવે, તો અંદરના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ ખરાબ થઈ શકે છે.

સ્ક્રીન અને કેમેરા પર પણ અસર પડી શકે છે
અચાનક તાપમાન બદલાવાથી માત્ર બેટરી જ નહીં, પરંતુ ફોનની સ્ક્રીન, કેમેરા લેન્સ અને અંદર લાગેલી ચિપ્સ પર પણ અસર પડે છે. તેના કારણે ડિસ્પ્લેની ગુણવત્તા ખરાબ થઈ શકે છે અને કેમેરામાં ધુમ્મસ જેવી સમસ્યા પણ આવી શકે છે. જો આ ભૂલ વારંવાર કરવામાં આવે, તો ફોનની પરફોર્મન્સ પણ નબળી પડી શકે છે.

ફોન ગરમ થઈ જાય તો શું કરવું?

જો તમારો ફોન વધુ ગરમ થઈ ગયો હોય, તો ગભરાવાની જરૂર નથી. કેટલાક સરળ ઉપાય અપનાવીને તમે તેને સુરક્ષિત રીતે ઠંડો કરી શકો છો.

  • થોડા સમય માટે ફોનનો ઉપયોગ બંધ કરી દો.
  • ગેમ અથવા ભારે એપ્સ બંધ કરી દો.
  • ફોનને તડકામાંથી હટાવીને ઠંડી અને હવાદાર જગ્યાએ રાખો.
  • જો ચાર્જિંગ દરમિયાન ફોન ગરમ થઈ રહ્યો હોય, તો ચાર્જર કાઢી દો અને તેને થોડો આરામ આપો.
  • ફોનનું કવર કાઢી દો, તેનાથી ગરમી ઝડપથી બહાર નીકળી જાય છે.

Advertisement

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
Embed widget