શોધખોળ કરો

ભારત પર ભરોસો, iPhone બાદ હવે Airpod પણ અહીં બનાવશે Apple, જાણો ક્યારથી શરૂ થશે પ્રૉડક્શન ?

Airpod manufacturing in India: iPhone પછી હવે કંપની એરપૉડ્સ સાથે ભારતમાં તેની બીજી પ્રૉડક્ટનું ઉત્પાદન શરૂ કરી રહી છે.

Airpod manufacturing in India: અમેરિકન ટેક કંપની Apple ભારતમાં iPhone પછી તેની અન્ય પ્રૉડક્ટ્સ બનાવવાની યોજના બનાવી રહી છે. કંપની હવે ભારતમાં AirPod વાયરલેસ ઈયરફોન બનાવવાની તૈયારી કરી રહી છે. એવી અપેક્ષાઓ છે કે કંપની આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં એરપૉડ્સનું ઉત્પાદન શરૂ કરશે. ભારતમાં આ યોજનાની કમાન્ડ એપલની સહાયક કંપની ફૉક્સકોન ટેક્નોલોજી ગ્રુપ સંભાળી રહી છે. ફૉક્સકૉન હૈદરાબાદમાં તેના નવા પ્લાન્ટમાં એરપૉડ્સ એસેમ્બલ કરવાનું શરૂ કરશે. એરપૉડ્સનું ઉત્પાદન અહીં ટ્રાયલ બેઝ પર પહેલેથી જ ચાલી રહ્યું છે અને ઉત્પાદન શરૂ થયા પછી ઉત્પાદનની ગતિમાં વધારો કરવામાં આવશે.

ભારતમાં પહેલાથી બની રહ્યાં છે આઇફોન 
Apple છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં iPhonesનું ઉત્પાદન કરી રહી છે. નાણાકીય વર્ષ 2024માં એપલના કુલ આઈફોનમાંથી 14-15 ટકા ભારતમાં બન્યા હતા. 2027 સુધીમાં આ સંખ્યા વધીને 26-30 ટકા થવાની ધારણા છે.

iPhone પછી હવે કંપની એરપૉડ્સ સાથે ભારતમાં તેની બીજી પ્રૉડક્ટનું ઉત્પાદન શરૂ કરી રહી છે. આ પહેલીવાર હશે જ્યારે Apple ભારતમાં એરપૉડ્સનું ઉત્પાદન કરશે. વાસ્તવમાં એપલના ભારતમાં ઉત્પાદન વધારવા પાછળ ઘણા કારણો છે. પહેલું કારણ એ છે કે અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક સંબંધો સારા નથી. આવી સ્થિતિમાં ઘણી કંપનીઓ પોતાનું ઉત્પાદન ચીનમાંથી ભારત સહિત અન્ય દેશોમાં શિફ્ટ કરી રહી છે. બીજું, ભારતમાં મેન્યૂફેક્ચરિંગ વધારવા માટે ભારત સરકાર કંપનીઓને ઘણી સુવિધાઓ પણ આપી રહી છે.

એપલ માટે એકસાથે અનેક ફાયદા 
એપલના આ પગલાથી ઘણા ફાયદા થવાના છે. ભારતમાં ઉત્પાદન શરૂ થવાથી ચીન પર તેની નિર્ભરતા ઘટશે અને તેની પાસે ઉત્પાદન માટે એકથી વધુ વિકલ્પો હશે. બીજીતરફ ભારતમાં એપલનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને આ ઝડપથી વિકસતા બજારમાં પોતાનો પગ મજબૂત કરવાની તક પણ મળશે.

આ પણ વાંચો

5G Phone: Vivo એ લૉન્ચ કર્યો iPhone 16 થી પણ મોંઘો ફોન, ફિચર્સમાં આ છે ખાસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
Embed widget