Ban: ભારત સરકારે 30 કરોડથી વધુ વ્યૂઝ વાળી 3 Youtube Channels પર લગાવ્યો બેન, જાણો કેમ
આ લિસ્ટમાં ત્રણ યુટ્યૂબ ચેનલ છે, અને આ ચેનલો પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લાગ્યો છે.
Youtube Channel Ban in India: ભારત સરકારે એકવાર ફરીથી કેટલીક યુટ્યૂબ ચેનલો પર રોક લગાવવાનું કહ્યુ છે, સરકારની સોશ્યલ મીડિયાની દુનિયા પર પણ બાજ નજર છે, આ વખતે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) ચેનલો પર રોક લગાવવાનુ કહ્યુ છે, આ લિસ્ટમાં કુલ 3 યુટ્યૂબ ચેનલ સામેલ છે.
આ લિસ્ટમાં ત્રણ યુટ્યૂબ ચેનલ છે, અને આ ચેનલો પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લાગ્યો છે. તમને જાણીને હેરાની થશે કે આ યુટ્યૂબ ચેનલના વીડિયોને 30 કરોડથી પણ વધુ વાર જોવામાં આવી ચૂક્યા છે. જોકે, આવુ પહેલીવાર નથી બન્યુ કે ફેક ન્યૂઝ ફેલાવનારી યુટ્યૂબ ચેનલ્સ તરફ કડક કાર્યવાહી કરવા આ પગલુ ભરવામા આવ્યુ હોય. આ પહેલા પણ સરકાર આ પ્રકારની કેટલીય યુટ્યૂબ ચેનલ્સ પર રોક લગાવી ચૂકી છે.
આ છે ચેનલ્સનુ નામ -
Press Information Bureau (PIB) એ 20 ડિસેમ્બર, 2022 એ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે 3 યુટ્યૂબ ચેનલસ પર રોક લગાવવાનુ કહ્યું છે, આ ચેનલ્સના લિસ્ટમાં News Headlines, Sarkari Update અને Aaj Tak Live સામેલ છે. અહીં એક સ્પષ્ટ કરી દઇએ કે આજ તક લાઇવ ઇન્ડિયા ટુડે ગૃપ સાથે જોડાયેલુ નથી, આ ચેનલ્સના 33 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ અને 30 કરોડથી વધુ વ્યૂઝ હતા. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર સમયાંતરે યુટ્યૂબ પ્લેટફોર્મ પરથી આવી ફેક ન્યૂઝ યુટ્યૂબ ચેનલ પર એક્શન લેતી રહી છે, આ અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કારણોસર લગાવવામાં આવી રોક -
પીઆઇબીએ બતાવ્યુ કે, આ ત્રણેય યુટ્યૂબ ચેનલો ફેક ન્યૂઝ ફેલાવવાનુ કામ કરી રહી હતી, આ ચેનલોએ સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને ભારતના વડાપ્રધાન સાથે જોડાયેલા કેટલીય ફેક ન્યૂઝ વીડિયો અપલૉડ કર્યા હતા, અને આ વીડિયો પર લાખોની સંખ્યામાં વ્યૂ હતા, ન્યૂઝ હેડલાઇન (News Headlines) ચેનલના 9.67 લાખ સબ્સક્રાઇબર્સ અને 31,75,322900 વ્યૂ હતા, સરકારી અપડેટ્સ (Sarkari Updates)ના સબ્સક્રાઇબર્સની સંખ્યા 22.6 લાખ અને 8,83,594 વ્યૂ હતા, આજતક લાઇવ (Aaj Tak Live) ચેનલના 65.6 હજાર સબ્સક્રાઇબર્સ અને વીડિયો પર 1,25,04,177 વ્યૂ હતા.