ટ્વિટરે શરૂ કરી વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન સર્વિસ, હવે નામની આગળ દેખાશે આ વસ્તું, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે
ટ્વિટરે આજે ટ્વિટ કર્યું કે તે હવે વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન નામની સંસ્થાઓ માટે વેરિફિકેશન સેવા શરૂ કરવા જઈ રહ્યું છે.
![ટ્વિટરે શરૂ કરી વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન સર્વિસ, હવે નામની આગળ દેખાશે આ વસ્તું, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે Twitter started verified organization service, now the logo of the company will appear in front of the name, this is the price ટ્વિટરે શરૂ કરી વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન સર્વિસ, હવે નામની આગળ દેખાશે આ વસ્તું, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/93baff2f24146f8745a4952431aa2a89168024381791475_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Twitter Verified Organization: માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે આજે (31 માર્ચ 2023) ટ્વિટ કર્યું કે હવે ટ્વિટર સંસ્થા માટે વેરિફિકેશન સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે. વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન સેવા વૈશ્વિક સ્તરે બહાર પાડવામાં આવી છે. પ્લેટફોર્મે તેના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આજથી વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન સર્વિસ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે. હવે Twitter માન્ય સંસ્થાઓને ઈમેલ વિનંતીઓ મોકલવાનું શરૂ કરી રહ્યું છે.
ટ્વિટરે વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશનના લાભ સમજાવ્યા
વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન સેવા શરૂ કરવાની સાથે ટ્વિટરે તેના ફાયદા પણ લિસ્ટ કર્યા છે. સ્વાભાવિક છે કે સેવા લેવા માટે સંસ્થાઓને આકર્ષવા માટે લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્વિટર મુજબ, વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન એ સંસ્થાઓ અને તેમના આનુષંગિકો માટે પોતાની જાતને અલગ પાડવા અને માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર એક અલગ ઓળખ આપવાનો નવો માર્ગ છે.
ચેકમાર્કની સાથે નામની આગળ મળશે કંપનીનો લોગો
ટ્વિટરે વધુમાં ઉમેર્યું હતું કે સેવાની પસંદગી કરતી સંસ્થાઓને તેમની સંસ્થાના નામની બાજુમાં ચેકમાર્ક સાથે તેમની સંસ્થાનો લોગો મળશે. આ લોગો સંસ્થાના ટ્વિટર પ્રોફાઇલમાં પણ બતાવવામાં આવશે. આ તફાવત બતાવવા માટે ટ્વિટરે એક ફોટો પણ શેર કર્યો છે, જે અમે તમને અહીં બતાવી રહ્યા છીએ.
તમે ચિત્રમાં જોઈ શકશો કે ડાબી બાજુના ફોટામાં નામની આગળ કોઈ કંપનીનો લોગો નથી, પરંતુ જમણા ફોટામાં કંપનીના નામની આગળ એક ચેક માર્ક છે અને પછી કંપનીનો લોગો છે. જોકે, કંપનીએ એમ પણ કહ્યું છે કે વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશનમાં જોડાતા પહેલા તમામ સંસ્થાઓની તપાસ કરવામાં આવશે. ગયા અઠવાડિયે, ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ કહ્યું હતું કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર 1 એપ્રિલથી વપરાશકર્તાઓ અને સંસ્થાઓ બંને માટે વાદળી વેરિફિકેશન ચેક માર્ક્સને દૂર કરશે. જો કોઈને ચેકમાર્ક જોઈએ છે, તો તેણે ટ્વિટરની સેવા ખરીદવી પડશે.
વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશની કિંમત
ટ્વિટરનું હેલ્પ પેજ વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન વિશે અન્ય માહિતી આપે છે અને તેની કિંમત વિશે પણ જણાવે છે. યુ.એસ.માં વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશનની કિંમત દર મહિને $1000 છે. બીજી બાજુ, જો અન્ય લિંક્ડ એકાઉન્ટ્સ માટે પણ સેવા લેવામાં આવે, તો તેના માટે દર મહિને $50 ખર્ચ થાય છે. ભારતમાં તેની કિંમત 82,300 રૂપિયા પ્રતિ માસ છે. અન્ય જોડાયેલ ખાતા માટે દર મહિને રૂ. 4,120 ખર્ચ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)