શોધખોળ કરો

ઇન્તજાર ખતમ, હવે WhatsApp સ્ટેટસ પર શેર કરી શકશો લાંબા વીડિયો, જલદી રૉલઆઉટ થશે ફિચર

કંપની બીટા યૂઝર્સ માટે આ નવું ફિચર રોલઆઉટ કરી રહી છે. બીટા યૂઝર્સ આ અપડેટને એન્ડ્રોઇડ 2.24.7.6 માટે WhatsApp બીટામાં ચેક કરી શકે છે

WhatsApp New Feature: વૉટ્સએપ એક પછી એક નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. સ્ક્રીનશૉટ બ્લોકથી લઈને અવતાર ફિચર સુધી. WhatsApp તાજેતરમાં ઘણા નવા ફિચર્સ લાવ્યુ છે. આ સીરીઝમાં કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ફિચર લાવી છે. આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે.

અત્યાર સુધી વૉટ્સએપ પર સ્ટેટસ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો, પરંતુ આ નવા ફીચરની રજૂઆત બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. WABetaInfoએ આ નવા ફિચરની માહિતી આપી છે. એટલું જ નહીં WABetaInfoએ નવા ફિચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

લાંબા સમયથી આ ફિચરની થઇ રહી હતી માંગ 
કંપની બીટા યૂઝર્સ માટે આ નવું ફિચર રોલઆઉટ કરી રહી છે. બીટા યૂઝર્સ આ અપડેટને એન્ડ્રોઇડ 2.24.7.6 માટે WhatsApp બીટામાં ચેક કરી શકે છે. યૂઝર્સ લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયો શેર કરવાના ફિચરની માંગ કરી રહ્યા હતા, જે બાદ તેમની માંગ પૂરી થવા જઈ રહી છે. બીટા પરીક્ષણ પૂર્ણ થયા પછી જ આ સુવિધા વૈશ્વિક યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

સ્ટેટસ અપડેટ ફિચર સિવાય વૉટ્સએપ અન્ય ફિચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફિચરમાં તમે WhatsApp પર UPI પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો. WABetaInfoના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફિચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે, ત્યારબાદ જ આ ફીચરને વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

WhatsApp લાવ્યું એવું ફિચર જેનો બધાને હતો ઇન્તજાર, હવે સ્ટેટસમાં કરી શકશો ટેગ

મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp હવે એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે જે તમને કહેશે કે આ તે જ છે જેની તમે રાહ જોઈ રહ્યાં હતા. વૉટ્સએપ સ્ટેટસ ફિચર માટે એક મોટું અપડેટ જાહેર કરવા જઈ રહ્યું છે, જેના પછી કેટલાક લોકો માટે આ ફીચર સમસ્યા બની જશે પરંતુ અન્ય લોકો માટે તે ગિફ્ટ પણ હશે.

WhatsApp સ્ટેટસમાં કરી શકશો ટેગ 
WhatsApp એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફિચર આવ્યા બાદ તમે તમારા સ્ટેટસમાં કોઈને ટેગ કરી શકશો. આ બિલકુલ એવું જ હશે જે પહેલાથી Instagram અને Facebook માં છે. તમે જેને પણ તમારા સ્ટેટસમાં ટેગ કરશો તેને ટેગ થવાની સૂચના મળશે.

સરળ શબ્દોમાં કહીએ તો, તમે જેના માટે સ્ટેટસ પોસ્ટ કરશો તે વ્યક્તિએ તેને કોઈપણ સંજોગોમાં જોવું પડશે. Wabetainfo એ WhatsAppના આ નવા ફિચર વિશે માહિતી આપી છે. નવા ફિચરનું ટેસ્ટિંગ વૉટ્સએપ એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.24.6.19 પર થઈ રહ્યું છે. જો તમે પણ બીટા યુઝર છો તો તમે આ ફિચર જોઈ શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે WhatsApp અન્ય પ્રાઈવસી ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લેવામાં આવશે નહીં. WhatsApp આના પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. નવું ફિચર WhatsAppની પ્રાઈવસીનો એક ભાગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા અપડેટ પછી, તમે કોઈના વૉટ્સએપ પ્રોફાઇલનો સ્ક્રીનશોટ લઈ શકશો પરંતુ તે ખાલી રહેશે એટલે કે ફોટો દેખાશે નહીં. હાલમાં વૉટ્સએપના આ ફિચરનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નવું ફિચર WhatsApp એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.24.4.25 પર જોવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget