શોધખોળ કરો
Advertisement
ધનતેરસના દિવસે WhatsAppથી કરી શકાશે ખરીદી, જાણો કેવી રીતે કામ કરે છે Shopping button
WhatsApp એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે ખરીદારીના એક્સપીરિયંસને વધુ શ્રેષ્ઠ કરવા માગે છે.
WhatsAppને એમ જ સૌથી પોપ્યુલર એપ નથી કહેવામાં આવતી. તે પોતના યૂઝર્સની દરેક સુવિધાનું ધઅયાન રાખે છે. હવે આ એપ દ્વારા તમે માત્ર ચેટિંગ અને વીડિયો કોલિંગ જ નહીં પરંતુ શોપિંગ પણ કરી શકશો. WhatsAppમાં શોપિંગ બટનને રોલ આઉટ કરવામાં આવ્યું છે. ભારતમાં આ નવા ફીચરને નવા એપડેટમાં એડ કરવામાં આવ્યું છે. ધનતેરસના દિવસે તમે હવે WhatsApp પર ઘર બેઠે ખરીદદારી કરી શકો છો.
WhatsApp એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે ખરીદારીના એક્સપીરિયંસને વધુ શ્રેષ્ઠ કરવા માગે છે, વિશેષરૂપથી રજાઓની શોપિંગ સીઝન માટે લોકો ઓનલાઈન રીતથી ખરીદારી માટે ઉપયોગી મદદ માગે છે અને કંપનીઓના વેચાણ માટે ડિજિટલ માધ્યમની જરૂરિયાત હોય છે.
આ નવા ફીચરમાં બિઝનેસ નામની જમણી બાજુ સ્ટોર ફ્રન્ટ આઇકન જોવા મળશે. ત્યાં યુઝર્સ કેટલોગ ડિસ્કવર અને સર્વિસ વિશે જાણી શકશે. આ પહેલા સુધી લોકોને Business પ્રોફાઈલ પર ક્લિક કરી બિઝનેસ કેટલોગ જોવો પડતો હતો, પરંતુ હવે સ્ટોરફ્રંટ આઈકોનની જેમ દેખાનાર શોપિંગ બટન થકી જાણી શકાય છે કે, બિઝનેસ કેટલોગ હાજર છે કે નહી. આ પ્રકારે યૂઝર્સ સીધા પ્રોડક્ટની બ્રાઉઝિંગ કરી શકે છે અને માત્ર એક વખત ટેપ કરી પ્રોડક્ટ વિશે કન્વર્સશન પણ શરૂ કરી શકે છે.
વૉટ્સઍપ બિઝનેસ અકાઉન્ટ પર રોજ 175 મિલીયનથી વધારે લોકો મેસેજ કરે છે અને મહિને 40 મિલીયન લોકો બિઝનેસ કેટલોગ જુએ છે. ભારતમાં 3 મિલીયનથી વધારે યુઝર્સ છે. સ્ટડી પ્રમાણે ભારતના 76 ટકા લોકો ઇચ્છે છે કે તે એવી કંપની સાથે બિઝનેસ કરે જેની સાથે સરળતાથી મેસેજ દ્વારા કમ્યુનિકેટ કરી શકાય.
વોટ્સએપનું નવું શોપિંગ બટન સમગ્ર વિશ્વમાં ઉપલબ્ધ છે, જેને વોયસ અને કોલ બટન દ્વારા રિપ્લેસ કરી શકાશે. યૂઝર્સે વોયસ અને કોલ બટનને સર્ચ કરવા માટે કોલ બનટ પર ક્લિક કરવાનું રહેશે અને વોયસ અથવા વીડિયો કોલ ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે. ઉપરાંત કંપની તરફથી ટૂંકમાં જ WhatsApp Business માટે ચાર્જ વસુલવાની પણ વાત કહેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion