શોધખોળ કરો
હું તો બોલીશ: મોતના જવાબદાર કોણ?
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. જેના 13માં માળેથી પટકાવાથી સાત શ્રમિકોના આજે મોત થયા છે. 13માં માળે શ્રમિકો લીફ્ટનું કામ કરી રહ્યા હતા. સવારે સાડા નવ વાગ્યાની આસપાસ સેન્ટિંગનું પતરું પડતા 6 શ્રમિકો અંદાજે 45 મીટરની ઉંચાઈથી પટકાયા હતા. તેમની સાથે પાંચમાં માળે કામ કરતા અન્ય 2 શ્રમિકો પણ પટકાયા હતા. જેમાંથી 7 શ્રમિકોનું સ્થળ પર જ મૃત્યુ થયું જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેની સારવાર ચાલી રહી છે. જોકે, હાલ તો પોલીસે અકસ્માતે મોતને ગુનો નોંધી FSLની મદદથી તપાસ હાથ ધરી છે. અને બિલ્ડર વિકાસ શાહની પણ શોધખોળ ચાલી રહી છે.
Tags :
Hun To Bolish


























