![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
પ્લેનમાં યુવતી એકલી જ હતી પ્રવાસી, પાયલોટ સાથે જઈને બેઠી ને કરી જોરદાર મસ્તી, જુઓ મજેદાર વીડિયો
જ્યારે મહિલા પ્લેનમાં ચઢી અને જોયું કે આખા પ્લેનમાં તે એકલી જ મહિલા સફર કરી રહી છે. આ જાણીને તે આશ્ચર્યચક્તિ થઇ ગઇ. આખા પ્લેનમાં મહિલા એક જ પેસેન્જર હોવાથી ફ્લાઇટના એટેન્ડન્ટે તેને કોકપિટ પર પાયલોટ સાથે બેસવાની ઓફર કરી. મહિલાએ અનોખો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
![પ્લેનમાં યુવતી એકલી જ હતી પ્રવાસી, પાયલોટ સાથે જઈને બેઠી ને કરી જોરદાર મસ્તી, જુઓ મજેદાર વીડિયો Viral video woman finds out shes the only passenger on flight gets to sit in cockpit article પ્લેનમાં યુવતી એકલી જ હતી પ્રવાસી, પાયલોટ સાથે જઈને બેઠી ને કરી જોરદાર મસ્તી, જુઓ મજેદાર વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/b5724ce11ffa0a4df5256cf76eb128d2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જ્યારે મહિલા પ્લેનમાં ચઢી અને જોયું કે આખા પ્લેનમાં તે એકલી જ મહિલા સફર કરી રહી છે. આ જાણીને તે આશ્ચર્યચક્તિ થઇ ગઇ. આખા પ્લેનમાં મહિલા એક જ પેસેન્જર હોવાથી ફ્લાઇટના એટેન્ડન્ટે તેને કોકપિટ પર પાયલોટ સાથે બેસવાની ઓફર કરી. મહિલાએ અનોખો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
જ્યારે મહિલા પ્લેનમાં ચઢી અને જોયું કે આખા પ્લેનમાં તે એકલી જ મહિલા સફર કરી રહી છે તો તે ખૂબ સરપ્રાઇઝ થઇ ગઇ. આખા પ્લેનમાં મહિલા એક જ પેસેન્જર હોવાથી ફ્લાઇટના એટેન્ડન્ટે તેને કોકપિટ પર પાયલોટ સાથે બેસવાની ઓફર કરી. મહિલાએ અનોખો અનુભવ શેર કર્યો છે. મહિલા પ્લેનમાં એકલી પાયલોટ સાથે મસ્તી કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે.
View this post on Instagram
સામાન્ય રીતે આપણે જ્યારે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે એવું લગભગ ક્યારેય નથી બનતું કે પ્લેન એક પેસેન્જર માટે ઉડાન ભરે પરંતુ આ મહિલા સાથે આવું બનતા તે ખૂબ જ એકસાઇટેડ થઇ ગઇ અને તેણે તેનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, મહિલા માત્ર એક જ પેસેન્જર હોવાથી ફ્લાઇટના એટેન્ડન્ટે તેને કોકપિટમાં બેસવા માટે ઓફર કરી.
કોવિડના કેસ ઓછા થતાં હવે ફ્લાઇટની આવન-જાવન નિયમિત થઇ છે ત્યારે આ સમયે તે પ્લેનમાં એક પ્રવાસી હોવા છતાં પણ ફ્લાઇટ જતાં તે ખૂબ જ એક્સાઇટેડ થઇ ગઇ હતી.આ યુવતીનું નામ અરોરા ટોરેસ છે. જ્યારે તેણીને ખબર પડી, ત્યારે તે રોરોસ, નોર્વેની ફ્લાઇટમાં એકમાત્ર પેસેન્જર હતી. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ પોસ્ટ કર્યો. તેણે ખાલી પ્લેનનો એક વીડિયો શેર કર્યો,
ખરેખર, આ મહિલાએ જે પ્લેન બુક કર્યું હતું. તેમાં તે એકમાત્ર પેસેન્જર હતી. તેની સાથે બીજું કોઈ ન હતું. તેણી એકલી હોવા છતાં, તેણીને બીજી ફ્લાઇટમાં મોકલ્યા વિના વિમાન તેના માટે ઉડાડવામાં આવ્યું હતું.જો કે આ પ્રવાસ દરમિયાન આ મહિલાએ ખૂબ જ મજા કરી હતી. તેને રોયલ ટ્રીટમેન્ટ મળી હતી. પ્લેનની મોટી બારીમાંથી એકલા મુસાફરી કરવાની અને મુસાફરીનો આનંદ લેવાની તક મળતા અરોસા ટોરેસ રોમાંચિત થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે તે સફરમાં એકલી હોવાથી એર હોસ્ટેસે પણ તેની આ સફરમાં મદદ કરી હતી અને જરૂરી બધી જ સુવિધાના પુરી પાડી હતી. તેમણે તેમનો અનુભવ શેર કરતા લખ્યું કે,.
" ફ્લાઇટ એટેન્ડન્ટ્સ સાથેનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. અમે અમે થોડા સમય માટે એકબીજા સાથે વાતો કરી. મુસાફરી 50 મિનિટની હતી. તેથી મેં તેને પૂછ્યું કે શું હું ઉતર્યા પછી છેલ્લી 30 મિનિટ સુધી કોકપીટમાં બેસવા માંગુ છું અને તેણે મને આમ કરવાની તક આપી મેં પાયલોટની બાજુમાં બેસીને જોયું કે પ્લેન કેવી રીતે ઉડે છે, આ ખૂબ જ રોમાચિંત કરતો અનુભવ હતો”
અરોરા ટોરેસએ આ અનુભવનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો માત્ર ઈન્સ્ટાગ્રામ જેવા એક પ્લેટફોર્મ પર 27,000 થી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો પર યુઝર્સ જુદા –જુદા પ્રતિભાવ પણ આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું, 'મારી સાથે આવું કેમ ન થઈ શકે?' બીજાએ લખ્યું, 'આ મારું સપનું છે’
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)