શોધખોળ કરો
વડોદરાઃ ઉત્તરાયણના દિવસે 'ખાનદાની' દારૂની મહેફિલ પર પોલીસની રેડ, 12 પુરુષ અને 8 મહિલા ઝડપાઈ
1/3

વડોદરા: શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા બંધ દવાખાના પાસે ઉત્તરાયણને લઇને ધાબા પર દારૂની પાર્ટી કરતા કેટલાક ખાનદાની નબીરાઓની પોલીસે અટકાયત કરી છે. આ મહેફિલમાં 12 પુરુષો અને 8 મહિલાઓ મહેફિલ માણતી ઝડપાઈ છે.
2/3

પ્રાપ્ત વિગત પ્રમાણે વડોદરામાં આવેલા વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની મહેફિલ પર પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. કહેવાય છે કે, ઉત્તરાયણની સાંજે ચાલી રહેલી આ દારૂની મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડી શહેરના પૈસાદાર પરિવારના સભ્યોની અટકાયત કરી છે.
Published at : 15 Jan 2019 07:15 AM (IST)
Tags :
Vadodara NewsView More





















