નાણાંની ચુકવણી અંગે હિતેશે સ્યૂસાઇડ નોટમાં લખેલું છે. આર્થિક સંકળામણ અનુભવતા હિતેશે આ પગલું ભર્યું છે. હિતેશ તેની પત્નીને વડોદરા ખાતે પિયરમાં મુકી આવ્યો હતો. મંગળવારે સાંજે સાડા ચારથી પાંચમાં આ ઘટના બની હતી. પોર સરકારી હોસ્પિટલમાં હિતેશના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આ્યું વ્યું હતું. વરણામા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
2/4
આ સમગ્ર બનાવ અંગે હિતેશના પિતા મહેન્દ્રભાઈએ જિલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસને સ્થળ પર તપાસમાં એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.
3/4
વડોદરાના નજીક ધનીયાવી ગામમાં રહેતો હિતેશ મહેન્દ્રભાઈ પરમાર ગુજરાતી ફિલ્મ ‘સ્માઈલ કિલર’નો ડિરેક્ટર હતો. હિતેશ ગયો વર્ષે જાન્યુઆરી મહિનામાં ગુજરાતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ચાર મહિના પહેલા જ હિતેશ પરમારે વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. યુવા ડિરેક્ટર હિતેશ પરમારે મંગળવારે સાંજે પત્નીની સાડીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
4/4
વડોદરા: ગુજરાતી ફિલ્મ ‘સ્માઈલ કિલર’ના યુવા ડિરેક્ટર હિતેશ પરમારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. યુવક પાસેથી એક સુસાઈટ નોટ પણ મળી આવી હતી. વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટના જણાવ્યા પ્રમાણે ઉસ્માન નામનો શખ્સ તેને વ્યાજ માટે ત્રાસ આપતો હતો. આ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.