મંત્રી શંકરભાઇ ચૌધરીને કથિત બોગસ ડિગ્રી આપવામાં કૌશલ દવેનું નામ બહાર આવ્યુ હતું. નોંધનીય છે કે, અલકાપુરીમાં બોગસ ડીગ્રી કૌંભાડ પકડાયું હતું. જેમાં કૌશલ દવેની પોલીસે ધરપકડ પણ કરી હતી. આ ઉપરાંત રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીને કથિત બોગસ ડિગ્રી આપવામાં પણ કૌશલ દવેનું નામ બહાર આવ્યું હતું. ,
2/5
બુટલેગર મુકેશ મિશ્રાએ કૌશલ પર ફાયરિંગ કરી કહ્યું કે, આજ તેરે કો ખતમ કર દુંગા. બાદમાં પોતાની પાસેની રિવોલ્વરમાંથી 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. કૌશલ દવે અને તેનો મિત્ર કાર પાછળ સંતાઇ જતાં તેઓ બચી ગયા હતા. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી છે.
3/5
મળતી વિગતો અનુસાર, વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા 204, પરિશ્રમ ફ્લેટમાં રહેતા કૌશલ ભરતભાઇ દવેના આજે રાજપીપળા નજીક આવેલા ભદામ ખાતે ડો. એયા ઉમાકાંત પટેલ સાથે લગ્ન હતા. આજે સવારે તેઓ જાન લઇને ભદામ જવાના હતા. તે અગાઉની રાત્રે યોજવામાં આવેલા ગરબામાં ફાયરિંગ થયુ હતું.
4/5
આ ફાયરિંગમાં કૌશલ દવેનો બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા કૌશલ દવે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ મેળવેલી કથિત બોગસ ડિગ્રી કૌભાંડમાં પણ સંડોવાયેલો હતો.
5/5
વડોદરાઃ શહેરમા ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્ય કૌશલ દવે પર લગ્ન અગાઉ આયોજીત ગરબામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે આજે કૌશલ દવેના લગ્ન હતા. લગ્નના એક દિવસ અગાઉ જ કૌશલ દવે પર ફાયરિંગ થતાં પોલીસ તપાસમાં લાગી ગઇ છે. કૌશલ દવે પર મુકેશ મિશ્રા નામના બુટલેગરે ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.