શોધખોળ કરો
વડોદરાઃ પ્રેમપ્રકરણમાં બે જૂથ વચ્ચે મારામારીમાં પિતા-પુત્રનું મોત, જાણો વિગત
1/5

પાદરાના રણુ ગામમાં મસ્જિદ પાસે રહેતા અને પ્લમ્બરનું કામ કરતા રમઝાન ઇસ્માઇલ સિંધાની નાની બહેન પરવીનાબાનુએ ગામમાં જ રહેતા અલ્લારખા મલેકના પુત્ર યાસિન સાથે ભાગીને નિકાહ કર્યા હતા. નિકાહ પછી કર્યા યાસીન પત્ની પરવીનાબાનુને ઘરે લઇ આવ્યો હતો.
2/5

આ જૂથ અથડામણને કારણે નાસભાગ મચી ગઇ હતી. આ હુમલાઓમાં 10 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તુરંત જ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં પિતા-પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવની જાણ રણુ પોલીસને થતાં તુરંત જ દોડી ગઇ હતી. બનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પાદરા પોલીસ સહિત આસપાસના ગામની પોલીસ ગામમાં બોલાવાઈ હતી. પોલીસે બંને જૂથની ફરિયાદો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
Published at : 15 Jun 2018 01:04 PM (IST)
View More





















