થોડી જ વારમાં મુકેશ, રાજુ, જયેશ, દિપક, પૂર્વેશ, રાહુલ અને ચિરાગ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને પાઇપ, લાકડી અને પાણી ભરવાના દેગડા વડે સુભાષ પર હુમલો કર્યો હતો. આ મારામારીમાં હું વચ્ચે પડતાં મને પણ માર માર્યો હતો. ગોત્રીના પીએસઆઇ ડી જે લિંબાલાએ ગુનો નોંધી મુકેશ સોલંકી અને દિપક મકવાણાની ધરપકડ કરી છે.
2/5
યુવતી સાથે હું બહાર ઉભી રહીને વાત કરતી હતી એ વખતે જ તેના કાકા નીકળતાં તે અમને જોઈ ગયા હતા. ડરના કારણે યુવતી દોડીને મારા ઘરના બાથરૂમમાં છુપાઇ ગઇ હતી. તેની પાછળ તેના કાકા મારા ઘરમાં આવ્યા હતા અને તેને લઇ ગયા હતા. તેના કાકાએ કંઈ નહોતું કહ્યું અને જતા રહ્યા હતા.
3/5
જો કે અમારા ઘરમાં કોઈ નહોતું તેથી ચાલ્યા ગયા હતા. રાતે ત્રણેક વાગે ફરીથી તેઓ તપાસ માટે આવ્યા હતા પણ કશું નહોતું મળ્યું. દરમિયાનમાં વહેલી સવારે 6 વાગે મારા ઘર પાસેથી આ યુવતી જઇ રહી હોઇ મેં તેને બોલાવી હતી અને રાતના બનાવની જાણ કરી હતી.
4/5
ગદાપુરા વિસ્તારમાં રહેતા સવિતાબેન પરમારે પોલીસને ફરિયાદ કરી છે કે, શનિવારે મધરાતે હું અને મારો 18 વર્ષનો પુત્ર સુભાષ ઘરમાં હતા ત્યારે રાતે સવા એક વાગે મુકેશ, ચિરાગ, રાજુ અને રાહુલ ઘેર આવ્યા હતા. તેમણે ઘરમાંથી નીકળેલી એક યુવતી મારા પુત્ર સાથે ગઇ હોવાની શંકા દર્શાવી પૂછપરછ કરી હતી.
5/5
વડોદરાઃ વડોદરાના ગદાપુરા વિસ્તારમાં ઘરેથી ગયેલી યુવતીને શોધવા તેના પરિવારજનો નિકળ્યા હતા. આ યુવતી પાસે જ રહેતા 18 વર્ષના યુવકના ઘરના બાથરૂમમાંથી મળી આવી હતી. તેના પરિણામે યુવતીના સબંધીઓએ ઘાતક હથિયારો સાથે યુવકના ઘરમાં ઘૂસી આવી હુમલો કર્યો હતો.