શોધખોળ કરો
વડોદરાઃ ડોક્ટરે ક્લિનિકમાં કેટલી યુવતીઓને હવસનો શિકાર બનાવીને માણ્યું સેક્સ? આંકડો જાણને ચોંકી જશો

1/8

આ ઉપરાંત એવી પણ માહિતી બહાર આવી છે કે, યુવતી સાથે શારીરિક સંબંધો બાંધી લીધા પછી પણ લંપટ ડોક્ટરના કહેવાથી કમ્પાઉન્ડર યુવતીને એવી ગોળી આપતો કે, તેણે બીજી વાર દવાખાને જવુ જ પડતું હતું. આ રીતે યુવતી વારંવાર ક્લિનિકમાં આવતી ને ડોક્ટરની કામલીલા ચાલ્યા કરતી હતી.
2/8

ડોક્ટર વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને મહિલાઓ પાસેથી રૂપિયા પડાવતો હતો. આ ઘટનામાં કમ્પાઉન્ડરે પણ મહિલા દર્દીઓને પોતાની હવસનો શિકાર બનાવી છે તેવી પણ ચર્ચા છે. વીડિયોના બહાને બ્લેકમેઈલ કરીને તે પણ યુવતીઓ સાથે શારીરિક સંબંધો બાંધતો હોવાની ચર્ચા છે.
3/8

આ ઘટનામાં કમ્પાઉન્ડર અને ડોક્ટર સાથે મળીને આ આખો ખેલ ચલાવતા હતા. ડોક્ટર યુવતીને અંદર તપાસવાના બહાને લઈ જતો. એ વખતે તે યુવતીને સ્પર્શીને તેને ઉત્તેજિત કરતો અને તેની સાથે કામલીલા કરતો હતો. આ ઘટના માટે તૈયાર કંપાઉન્ડર તેનો વીડિયો ઉતારી લેતો હતો.
4/8

આ ડૉક્ટરે ગામની કેટલીક યુવતીઓ સાથે પોતાના ક્લિનિક બહાર પણ શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણ્યું હોવાની ચર્ચા છે. જો કે આ મામલે પોલીસમાં ફરિયાદ નથી નોંધાઈ તેના કારણે હજુ સુધી નક્કર વિગતો બહાર આવી નથી. પોલીસ તપાસ થાય તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
5/8

આ ડોક્ટરે ફરી પોતાનું ક્લિનિક શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ લોકોનો રોષ જોઈને તે ફરાર થઈ ગયા હતા.
6/8

હાલમાં ડોક્ટરના 7 મહિલા દર્દીઓ સાથેના 25 વીડિયો વાયરલ થયા છે. એવી પણ માહિતી મળી છે કે, એક માસ પૂર્વે ડોક્ટરની સેક્સ લીલાના વીડિયો વાયરલ થયા બાદ ડોક્ટરને અનગઢ ગામ છોડવાનો વખત આવ્યો હતો.
7/8

જો કે એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે આ ડૉક્ટરે અનગઢ ગામની જ 40 જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હતી. અનગઢ તથા આસપાસનાં ગામોમાં આ વાતે વેગ પકડતાં બીજી કઈ મહિલાઓ ડોક્ટરની સેક્સલીલાનો ભોગ બની છે તેની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.
8/8

વડોદરાઃ વડોદરા પાસેના અનગઢ ગામમાં લંપટ ડોક્ટર પોતાની દર્દી યુવતીઓ સાથે સેક્સ માણતો એ ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ડોક્ટરની સેક્સલીલાના 25 વીડિયો વાયરલ થયા છે. આ 25 વીડિયોમાં ડૉક્ટર અલગ અલગ 7 યુવતી દર્દીઓ સાથે સેક્સ માણતો દેખાય છે.
Published at : 10 Jun 2018 02:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
