શોધખોળ કરો
લોકરક્ષક પેપર લીક કેસમાં પોલીસ ખોટા યશપાલસિહં સોલંકીને ઉઠાવી લાવી?

1/5

આ અહેવાલમાં બિનસત્તાવાર સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે, એકસરખાં નામ હોવાને લીધે પોલીસથી આ ભૂલ થઈ ગઈ હતી. પોલીસે જેને પકડ્યો હતો તેનું નામ યશપાલસિંહ નરેન્દ્રસિંહ સોલંકી હતું. બીજી તરફ પેપર લીકમાં જેનું નામ લેવાયું છે તેનું નામ યશપાલસિંહ જસવંતસિંહ સોલંકી છે.
2/5

અમદાવાદઃ લોકરક્ષક દળમાં કોન્સ્ટેબલોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં બુધવારે મોડી રાત્રે પોલીસે મુખ્ય આરોપી યશપાલસિંહ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે યશપાલસિંહને મહિસાગરના વીરપુર પાસેથી ઝડપી લીધો હતો. પેપર લીક કેસમાં યશપાલસિંહે દિલ્હીથી પેપર મેળવ્યું હતું.
3/5

પોલીસે આપેલી માહિતી પ્રમાણે યશપાલ સિંહને મહીસાગરના વીરપુર ખાતે ઉંઘતો ઝડપી લેવાયો હતો. જો કે એક અગ્રણી ગુજરાતી અખબારના અહેવાલ પ્રમાણે પોલીસે આ કેસમાં પોલીસે બહુ મોટો લોચો કર્યો હતો અને ખરા આરોપી યશપાલને પકડયો તે પહેલાં પોલીસે બીજા એક યશપાલસિંહ સોલંકીને પકડી લીધો હતો.
4/5

પોલીસને બાદમાં ખબર પડી હતી કે લુણાવાડાના છાપરીના મુવાડા ગામ ખાતે એક નહીં પરંતુ બે યશપાલસિંહ રહે છે. બંનેને અટક સરખી હોવાથી પોલીસને પોતાની ભૂલ સમજાઈ હતી અને નિર્દોષ યશપાલસિંને છોડી મૂક્યો હતો અને સાચા યશપાલસિંની શોધખોળ આદરી હતી. આ તપાસ સફળ થઈ અને બુધવારે સાચો આરોપી ઝડપાઈ ગયો.
5/5

બંને યશપાલનાં નામ અને અટક સરખી હોવાથી પોલીસ અટવાઈ ગઇ હતી. 2 ડિસેમ્બરના રોજ પેપર લીક થયા બાદ પોલીસે તરત યશપાલને ઉઠાવી લીધો હતો. જો કે આ યશપાલ પોલીસ જેને શોધી રહી હતી એ નહતો યશપાલસિંહ નરેન્દ્રસિંહ સોલંકી હતો.
Published at : 07 Dec 2018 10:54 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement