"મુંબઇ BMC પર ભરોસા નાય કર...." આ વીડિયો દ્વારા ધૂમ મચાવનારી RJ મલિષ્કાને કેમ મળી નોટિસ?
મુંબઈ : મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓને લઈને ગીત બનાવનારી મલિષ્કા હવે બીએમસીના નિશાના પર આવી ગઇ છે. હવે બીએમસીએ ડેંગ્યુને લઈને મલિષ્કાને ઘેરામાં લઈ લીધી છે. બીએમસીએ મલિષ્કાને નોટીસ મોકલાવી છે. બીએમસી પર વ્યંગ કરતા આ ગીત પર ગુસ્સે થયેલી બીએમસીએ મલિષ્કાના ઘરમાં ડેંગ્યુંના લારવા હોવાના બહાને નોટીસ મોકલી છે.
જો કે થોડા સમય પહેલા મલિષ્કાએ મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓને લઈને વિડિયો બનાવ્યો હતો. જે ખુબ વાયરલ થયો હતો. તેનાથી બીએમસીની ખુબ બદનામી થઈ હતી. શિવસેનાએ આ વીડિયોનો વિરોધ પણ કર્યો હતો. હવે બીએમસીએ ડેંગ્યુને લઈને મલિષ્કાને ઘેરામાં લઇ લીધી છે. બીએમસીએ મલિષ્કાને નોટીસ મોકલાવી છે.
દર વર્ષે વરસાદના કારણે બીએમસીની પોલ ખુલી જાય છે. રસ્તાઓ પર ખાડાઓની ભરમાર હોય છે.જેમાં ભરાયેલા પાણીથી લોકોનું ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુદ્દે મલિષ્કાએ વિડીયો મારફતે લોકોને પૂછ્યુ છે કે શું તમને બીએમસી પર વિશ્વાસ નથી.