FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
ગ્રીન ટી, હર્બલ ટી અને ફ્લાવર ટીને હવે 'ચા' નહીં કહી શકાય..ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નવા નિર્દેશ પ્રમાણે માત્ર કેમેલિયા સાઈનેન્સિસના છોડને જ 'ચા' કહેવાશે. હર્બલ ટી, ગ્રીન ટી કે ફ્લાવર ટીને ચા કહીને બ્રાન્ડિંગ કરવું ગેરકાયદે ગણાશે. નિર્દેશનું પાલન ન કરનાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે..અત્યારે માર્કેટમાં ચા ઉપરાંત હર્બલ ટીથી માંડીને ગ્રીન ટી, કાંગડા ટી, ઈન્સ્ટન્ટ ટી વગેરે જેવી ચાને ચા કહી વેચવામાં આવે છે,પરંતુ હવે ખરીદ, વેચાણ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, ઈ-કોમર્સ માટે આ નવો નિર્દેશ લાગુ પડશે. જો ચા સિવાય ક્યાંય ચાનો ઉપયોગ બ્રાન્ડિંગમાં થશે તો તેની સામે કાર્યવાહી થઈ શકશે.આ ઉપરાંત હર્બલ ફ્યૂઝન હશે તો એ પણ ચા ગણાશે નહીં. અત્યારે એવા કેટલાય ફ્યૂઝન માર્કેટમાં ઉપલબ્ધ છે, જેની ઉપર ચા લખવામાં આવે છે અને તેનું બ્રાન્ડિંગ એ રીતે કરીને કમાણી થાય છે.




















