Surat Crime : બ્યુટી પાર્લર ચલાવતી ત્યક્તા પર હોમગાર્ડે ગુજાર્યું દુષ્કર્મ, ઉતાર્યો અશ્લીલ વીડિયો
Surat Crime : બ્યુટી પાર્લર ચલાવતી ત્યક્તા પર હોમગાર્ડે ગુજાર્યું દુષ્કર્મ, ઉતાર્યો અશ્લીલ વીડિયો
સુરતના ઉધનામાં બ્યુટી પાર્લર ચલાવતી ત્યક્તાને કેફી પીણું પીવડાવી હોમગાર્ડના જવાને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ખડફડાટ મચી ગયો છે. હોમગાર્ડ જવાને ત્યક્તાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહીં નરાધમે હેવાનયતની તમામ હદ પણ વટાવી. હેવાને ત્યક્તા સાથેની અંગત પળોનો વિડીયો પણ બનાવ્યો. ત્યારબાદ મહિલાને વારંવાર આ વિડીયો વાયરલ કરવાની અને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી હોમગાર્ડ જવાન મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો રહ્યો. આખરે હોમગાર્ડના ત્રાસથી કંટાળી ત્યક્તાએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી નરાધમને ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદ નોંધાતા ખળફળાટ મચી ગયો છે.




















