Valsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલર
Valsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલર
ગુજરાતની દીકરીનો દુશ્મન પોલીસના સકંજામાં આવી ગયો છે. વલસાડના મોતીવાડામાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યા કેસમાં પોલીસને હાથ લાગ્યો છે સાયકો કિલ્લર. આખરે કોણ છે આ સાયકો કિલ્લર અને કેવી રીતે તેણે હેવાનિયતને અંજામ આપ્યો? જોઈએ અહેવાલમાં.
એકલી જતી મહિલાઓને બનાવતો હતો શિકાર, 25 દિવસમાં કરી પાંચ હત્યા, 2000 થી વધુ સીસીટીવી, 400 થી વધુ પોલીસ જવાનો, 10 થી વધુ દિવસ સુધી સર્ચ ઓપરેશન અને વલસાડનો સાયકો કિલ્લર આવ્યો પોલીસના સકંજામાં. આ સાયકો કિલ્લર મહિલાઓથી કરતો હતો નફરત. આ હેવાનનું નામ છે રાહુલસિંહ જાટ. 14મી નવેમ્બરે વલસાડના મોતીવાળા ગામમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને કરી દીધી હતી હત્યા. ઘટનાના 10 દિવસ બાદ પોલીસને મળી સફળતા. પોલીસે મૂળ હરિયાણાના રાહુલસિંહ જાટ નામના આરોપીને દબોચી લીધો. યુવતીની હત્યા બાદ તેણે વધુ ત્રણ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા 25 દિવસમાં તેણે પાંચ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
આંધ્રપ્રદેશ તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે તેણે દુષ્કર્મ અને એનું ગળો દબાવીને હત્યા કરેલી છે. એમાં પણ તેલંગાણા સિકંદરાબાદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે. આ ત્રણે ત્રણ કેસો કર્નાટક રાજ્યનું મેંગલુરુ પોલીસ સ્ટેશન, પશ્ચિમ બંગાળનું હાવરા અને તેલંગાણાનું સિકંદ્રાબાદ. એની સાથે સાથે પુના કન્યાકુમારી ટ્રેન 17મી થી 21મી ઓક્ટોબર વચ્ચે એક મહિલાનું પણ તેણે મોલેસ્ટેશન, રેપ અને મર્ડર કરેલાની કબુલાત આપી રહ્યો છે.
આરોપી રાહુલ સિંહ દિવ્યાંગ છે. તે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરતો અને ટ્રેનમાં જ ગુનાઓને અંજામ આપતો. આરોપી પર ચોરી, લૂટ, દુષ્કર્મ અને હત્યાના 13 ગુના નોંધાયેલા છે. વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો. એ પહેલા જ તેણે ટ્રેનમાં જ એક મહિલા પર દુષ્કર્મા આજરી તેની હત્યા કરી હોવાનું પણ ખુલ્યું છે. આરોપીને પકડવા વલસાડ પોલીસે વલસાડથી આંધ્રપ્રદેશ સુધીના રેલ્વેના રૂટને ખંગોડ્યો હતો. વલસાડ પોલીસે અન્ય રાજ્યની પોલીસને પણ જાણ કરી. એવામાં હજુ પણ ચોકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.
![Surat Murder Case : સુરતમાં ગણેશ વાઘની હત્યા, કારણ અકબંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/41a7971c3dc7b6dedbffed36ba75416b173907396509973_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Valsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/fb559ba7b3e074be86e6a3d4b3eca937173808227246773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Tapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/302405efd7740c9cc60405e6f1dabaeb173796222532273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/ec8ab76b59c8fd2b585ff42ac2bb2c69173789412782373_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/3665a3b41c9898b5764d3695b6b6ce40173781817809173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)