શોધખોળ કરો
અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરી ચૂંટણી જીતાડવા સી.આર.પાટીલની લોકોને અપીલ
કચ્છના પ્રવાસે પહોંચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાટીલે કહ્યું હતું કે, અબડાસા બેઠકના ઉમેદવાર સૌથી વધુ મતે જીતશે. 8 બેઠકો પૈકી અબડાસા બેઠકમાં સૌથી વધુ લીડ મળશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મેં આ વિશ્વાસ આપાવ્યો છે. ગુજરાત સરકારે સૌથી વધુ કામ કચ્છમાં કર્યું છે. ધરતીકંપ બાદ કચ્છ કેવી રીતે બેઠું થશે તે ચિંતા હતી. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ એક મહિનામાં જ કચ્છને બેઠું કર્યું હતું. પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં હતા ત્યારે મનમાં બળતા હતા. અબડાસાની જનતા માટે જાડેજાએ બલિદાન આપ્યું છે.કચ્છના ખેડૂતોને પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















