શોધખોળ કરો
Gujarat Local Body Election 2025 : ભાજપ આજે મનપા-પાલિકાના ઉમેદવારોની કરશે જાહેરાત, જુઓ મોટા સમાચાર
Gujarat Local Body Election 2025 : ભાજપ આજે મનપા-પાલિકાના ઉમેદવારોની કરશે જાહેરાત, જુઓ મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ આજે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. મુખ્યમંત્રી આવાસમાં આજે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. બેઠક બાદ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. બે દિવસની જે સેન્સ પ્રક્રિયા હતી, સ્થાનિક કક્ષાએ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે અને આજથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે. સાંજે ચાર વાગે આજે પહેલી બેઠક મળી હતી. આજની બેઠકમાં મોટાભાગની મહાનગરપાલિકા નગરપાલિકા અને જે પેટાચૂંટણી યોજાવાની છે તેના ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. બેઠકમાં મુખ્યમંત્રી, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા.. તેમની સાથે મહામંત્રી બંને હાજર હતા. સૌથી પહેલા બેઠકમાં જૂનાગઢ મનપાના ઉમેદવારોની પસંદગી પર મહોર મારવામાં આવશે.
આગળ જુઓ





















