Lok Sabha Election Result | Vijay Rupani | હેટ્રિક અમારી સરકતી ગઈ | વિજય રૂપાણી કેમ આવું બોલ્યા?
વિજયભાઈ રૂપાણીએ કહ્યું ગેનીબેન ઠાકોર ને પાતળી લીડ મળી.. એમ કહેવાય કે કોંગ્રેસના એકના એક બેન જીત્યા. અમુક બેઠકો પાંચ લાખ મતોથી જીત્યા.. ક્ષત્રિય આંદોલનનો એપી સેન્ટર હતું રાજકોટ છતાં રૂપાલા સાહેબ સાડા ચાર લાખમાં તે જીત્યા.. વિજયભાઈ રૂપાણીનું મોત સુધી નિવેદન આ વખતે વિપક્ષ મજબૂત થયો.. શું કામ સીટો ઘટી તે બાબતે વિશ્લેષણ થવું જોઈએ.. ગયા વખત કરતા પણ પરસોતમભાઈ રૂપાલાને વધુ લીડ મળી. ગુજરાતની તમામ 26 બેઠક જીતીને હેટ્રિક કરવાનું ભાજપનું સપનું અધૂરું રહ્યું છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આ સાથે લોકસભામાં 2014 બાદ કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા.





















