Raj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને પ્રોડ્યુસર રાજ કુન્દ્રાના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. ઇડીના અધિકારીઓ દ્વારા રાજ કુન્દ્રાના ઘરે વહેલી સવારે 06:00 વાગ્યાથી જ તપાસ ચાલી રહી છે. રાજ કુન્દ્રાના સાન્તાક્રુઝ ખાતે આવેલા ઘરે દરોડા પડ્યા છે. રાજ કુંદ્રાની આ પહેલા પણ પોર્નોગ્રાફી મામલે ધરપકડ થઈ ચૂકી છે.
આ અંગે મળતી જાણકારી અનુસાર ઈડીની આ કાર્યવાહી મુંબઈ અને ઉત્તર પ્રદેશના લગભગ 15 સ્થાનોએ કરવામાં આવી છે. ઇડીના અધિકારીઓનું કહેવું છે કે આ દરોડા પોર્નોગ્રાફી રેકેટ થી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે કરવામાં આવી છે. આ પહેલા પણ પોલીસ રાજ કુંદ્રા વિરુદ્ધ તપાસ કરી ચૂકી હતી. હવે ઈડી આર્થિક અપરાધો હેઠળ તપાસ ચલાવી રહી છે.




















