Hu to Bolish | હું તો બોલીશ | આવે છે ચોમાસું
રાજ્યમાં આગામી સાત દિવસ વરસશે સામાન્યથી મધ્યમ વરસાદ....આ આગાહી કરી છે હવામાન વિભાગે....હવામાન વિભાગના અનુસાર, પ્રિમોનસૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં વરસાદ પડશે...
રાજ્યમાં આગામી સાત દિવસ વરસશે સામાન્યથી મધ્યમ વરસાદ....આ આગાહી કરી છે હવામાન વિભાગે....હવામાન વિભાગના અનુસાર, પ્રિમોનસૂન એક્ટિવિટી અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતમાં વરસાદ પડશે...આવતીકાલે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ખાબકશે વરસાદ... 9 જૂનના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પંચમહાલ, દાહોદ, સુરત અને વલસાડમાં વરસાદ વરસશે...10 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, ભરૂચ, નવસારી જિલ્લામાં પડશે વરસાદ....11 જૂને અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત જિલ્લામાં પડશે વરસાદ....હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે...વરસાદી માહોલને લઈ તાપમાનમાં પણ ઘટાડો થશે..