Hu to Bolish | હું તો બોલીશ | ખેડૂતોને ક્યારે મળશે રાહત?
પોરબંદર જિલ્લામાં તો ખેતરો તળાવમાં ફેરવાયા છે.10 દિવસ વિતવા છતાં હજુ વરસાદી પાણી ન ઓસરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. એવામાં મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતોની માગ છે કે, સરકાર તુરંત સર્વે કરાવી વળતર ચૂકવે.
દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસેલા વરસાદથી ખેતી પાકને નુકસાન થયું. તાલુકાનાં 42 ગામોમાં ભારે વરસાદ બાદ પાણી ઓસરતા નુકશાનની સ્થિતિ જોવા મળી. દ્વારકાથી નાગેશ્વર રોડ અને વસઈ રોડ પરનાં મોટાભાગના ખેતરોમાં મગફળીનું વાવેતર કરાયું હતું. અંદાજે બે હજાર હેક્ટરમાં મગફળીનું 60 ટકા વાવેતર નિષ્ફળ જવાની સંભાવના છે. તેની સાથે જુવાર, તલ, અડદ, કપાસ સહિતના પાકને પણ નુકસાનની ભીતી છે. ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે.





















