Hu to Bolish | હું તો બોલીશ | કોણ ખાય છે ખાતર?
નવસારીમાં ઝડપાયું સબસિડીવાળું યુરિયા કૌભાંડ. ચીખલીના માણેકપોરની કેમિકલ કંપનીમાં એક ટેમ્પોમાંથી યુરિયા ખાતરનો જથ્થો મળ્યો. રાસાયણિક યુરિયા ખાતરની 130 બેગ સાથે ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધા. વાંસદા રોડ પર માણેકપોર ગામે આવેલ શ્રી કેમિકલ્સ કંપનીના કેમ્પસમાં ટેમ્પોમાં શંકાસ્પદ રાસાયણિક યુરિયા ખાતરનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી. તેની તપાસ કરતા પીળા રંગની બેગ ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઉવરક પરિયોજના ભારત નિમકોટેડ યુરિયા એગ્રિકલ્ચર પર્પઝ ઓનલી લખાણવાળી બેગો મળી આવી. આ ખાતરનો જથ્થો બારડોલી વિસ્તારમાંથી લવાયો હતો..તેનો ઉપયોગ રેઝીન બનાવવાના કામે લેવાતો હોવાનું બહાર આવ્યું. પોલીસે ખાતરમાંથી નમૂના લઈ બારડોલી પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. જો કે કેમિકલ કંપનીનો માલિક ભાવેશ પટેલ હજુ ફરાર છે. ગયા વર્ષે 9 જૂને આ જ ભાવેશ પટેલ 500 બેગ યુરિયાના જથ્થા સાથે ઝડપાયો હતો.





















