Hu to Bolish | હું તો બોલીશ | કેમ ફાટ્યું આભ?
રાજકોટના ઉપલેટા તાલુકાના લાઠ ગામે આભ ફાટ્યું. 3 કલાકમાં જ આ ગામને મેઘરાજાએ ધમરોળી નાખતા દરિયો બની ગયું. 12 ઈંચ વરસાદથી ગામમાં જ્યાં જમીન ત્યાં જળના દ્રશ્યો જોવા મળ્યા. ગામની બજારોમાં નદીઓ ગાંડીતૂર બની હોય તેમ પૂરના પાણી ચારેકોર ફરી વળ્યા. એક ગામથી બીજા ગામ જવા માટે સ્થિતિ અશક્ય બની. રોડ-રસ્તા અને વાહનવ્યવહાર બંધ થયો. ગામમાં જવાનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો. ગામના ઘરોમાં કેડસમા તો ઓસરીમાં એક-બે ફૂટ સુધી પાણી આવી ગયા. લોકોની ઘરવખરી, અનાજ, પશુઓનો ચારો પણ પલળી ગયો. ગામના ખેતરો પાણી પાણી થતા અનેક ખેડૂતોની જમીનોનું ધોવાણ થયું....મગફળી, કપાસ, એરંડાના પાકને નુકસાન પહોંચ્યું.
ઉપલેટા તાલુકાના તલંગણા ગામે સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે....તલંગણા ગામે પૂર જેવી સ્થિતિ સર્જાતા 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું....ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પણ સમઢીયાળા તલંગણા ગામની મુલાકાત લીધી....તલંગણા પાસે સમઢીયાળા ગામે SDRFનો બેઝ કેમ્પ ખોલી સતત પરિસ્થતિનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે....તલંગણા ગામમાં રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાયા છે....લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.....ગામમાં ચારે તરફ પાણી જ પાણી ભરાતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું...ખેડૂતો પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ચિંતામાં મૂકાયા છે....ખેતરોમાં માટી ધોવાઈ ગઈ નીચે પથ્થરો દેખાતા થઈ ગયા તેવી સ્થિતિ છે....